ગોધરા, ગોધરા તાલુકાના ગોવિંદી ગામની પરણિતાને 2004ના બે વર્ષ બાદ તેના પતિના બીજી સ્ત્રી સાથે સંબંધો હોવાના કારણે અવારનવાર ગાળો આપતા હોય અને મને ફાવશે તેમ કરીશ તેમ કહી શારીરિક માનસીક ત્રાસ આપતા હોય અને ધર માંથી કાઢી મુકેલ હોય પરણિતા તેમની બહેનના ધરે રહેતી હોય ત્યાં આરોપીઓ જઈ ગુસ્સે થઈ કોર્ટમાં કરેલ છે તે પણ ખેંચી લે અને છુટાછેડા આપી દે મારે બીજી બૈરી લાવવી છે. તેમ કહી ઝગડો કરતાં પરણિતાએ ગોધરા મહિલા પોલીસ મથકે સાસરીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી.
વિસ્તૃત વિગતો મુજબ ગોધરા તાલુકાના ગોવિંદી ગામની પરણિતા રાધાબેનને 2004ના બે વર્ષ બાદ તેમના પતિ ગજેન્દ્રકુમાર ઉર્ફે પ્રદિપસિંહ બારીયાને બીજી સ્ત્રી સાથે સંબંધ હોવાના કારણે રાધાબેનને અવારનવાર ગાળો આપી ગડદાપાટુનો મારમારી મને ફાવશે તેમ કરીશ તેવી રીતે હેરાન પરેશાન કરી શારીરિક માનસીક ત્રાસ આપતા હોય પરણિતા રાધાબેનએ સાસરીયાઓને પતિને સમજાવાનું કહેતા એકનો એક છે. તેને ફાવે તેમ કરશે અને શારીરિક માનસીક ત્રાસ આપી ધર માંથી કાઢી મુકેલ હતા. તા.7/12/2023ના રોજ ગોધરા ભુરાવાવ તેમની બહેનના ધરે રહેતા પરણિતા રાધાબેન ત્યાં આવી ગુસ્સે થઈ કોર્ટમાં કેસ કરેલ છે. તે પાછો લઈ છુટાછેડા આપી દે અમારે બીજી બૈરી લાવવી છે. જો કેશ પાછો નહિ ખેંચે તો જાનથી મારી નાખીશ તેમ કહી ધમકી આપતા પરણિતાએ ગોધરા મહિલા પોલીસ મથકે પતિ અને સાસરીયાઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી.