ગોધરા ગોવિંદી ગામેથી એલ.ઈ.ડી. ટીવી અને ઈલેકટ્રીક મોટરોની ચોરી કરતાં બે ઈસમોને એ ડીવીઝન પોલીસે ઝડપ્યા

  • બસ સ્ટેન્ડમાં શંકાસ્પદ ઈસમને ઝડપી બસ સ્ટેન્ડ માંંથી ચોરી કરેલ મોબાઈલ અને રોકડ ભરેલ પાકીટ રીકવર કર્યું.

ગોધરા,ગોધરા શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ધરફોડ ચોરી કુવા અને ખેતરો માંથી સબમર્સીબલ મોટર તેમજ મોબાઈલ ફોન અને પાકીટ ચોરીના બનાવો સામે આવતાં રેન્જ આઈજી દ્વારા પોલીસ અધિકારીઓને ચોરીના ભેદ ઉકેલવા સુચના આપી હતી. જેને લઈ ગોધરા એ ડીવીઝન પોલીસ સક્રિય થઈ બાતમીદારો રોકી તપાસ કરતાં મળેલ બાતમીના આધારે ગોવિંદી ગામ રોડ ઉપર વોચ ગોઠવી બે ઈસમોને ઝડપી પાડી મોબાઈલ ફોન ચોરી, ઈલેકટ્રીક મોટરો, પાકિટની ચોરીનો ભેદ ઉકેલી કાઢવામાંં આવ્યો.

ગોધરા શહેર અને આસપાસના વિસ્તારોમાં ચોરીના બનાવો વધી રહ્યા હોય જેને લઈ રેન્જ આઈજી આર.વી.અસારી દ્વારા પોલીસ અધિકારીઓને ચોરીના બનાવો ઉપર અંકુશ લાવવા તેમજ ચોરીના ભેદ ઉકેલવા સુચનો કર્યા હતા. જેને લઈ ગોધરા એ ડીવીઝન પોલીસે પેટ્રોલીંંગ સધન બનાવ્યું હતું અને બાતમીદારો રાખી તપાસ હાથ ધરતાં પોલીસને બાતમી મળી હતી કે, ગોવિંદી ગામેથી બે ઈસમો એલ.ઈ.ડી. ટીવી વેચવા ગોધરા તરફ આવે છે. તેવી બાતમીના આધારે પોલીસે ગોવિંદી ગામે વોચ ગોઠવી બે આરોપીઓ સંદીપભાઈ બાબુભાઇ ગુજોર અને વિજય નગાભાઇ ખોરીને ઝડપ્યા હતા. પુછપરછ કરતાં આરોપીઓ ઈસમોએ ગોવિંદી પ્રા.શાળા માંથી એલ.ઈ.ડી. ટીવી ચોરી કર્યાની કબુલાત કરી તેમજ ખેતરો અને કુવા માંથી 8 જેટલી સબમર્સીબલ મોટરોની ચોરીની કબુલાત કરી જ્યારે ગોધરા બસ સ્ટેન્ડ વિસ્તાર માંથી પોલીસે શંકાસ્પદ હાલતમાંં એક ઈસમને ઝડપી અટકાતય કરી હતી. ઈસમની પુછપરછ દરમિયાન બસ સ્ટેન્ડમાં બસમાં ચડતા મુસાફરોની ભીડમાં મોબાઈલ ફોન રોકડ ભરેલ ચોરી કરેલ પાકીટ પોલીસે રીકવર કર્યું હતું.