ગોધરા,ગોધરાના ગોન્દ્રા વિસ્તારના એક મકાનની છત પરનો સિમેન્ટથી બનાવેલ પીઓપીનો ભાગ વરસાદમાં તુટી પડીને નીચે ઉભેલા યુવાન પર પડતા યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ગોધરાના અબ્દુલ્લાહ મસ્જિદ પાસે એક રહેણાંક મકાનમાં રહેતા સલમાન ઈકબાલ ચાંદા રાબેતા મુજબ પોતાનુ કામ પતાવીને પોતાના ધરે આવ્યા હતા ત્યારે વરસાદ વરસતાની સાથે પોતાના મકાનની છતના ભાગે કરાવવામાં આવેલ પીઓપી કામગીરીનો સિમેન્ટનો ટુકડો એકાએક ધડાકાભેર તુટી પડ્યો હતો. જે મકાનમાં રહેતા યુવાન સલામાનના માથાના ભાગે પડતા ગંભીર ઈજાઓ થવા પામી હતી. પરિવારજનોએ ઈજાગ્રસ્ત યુવાનને ગોધરા ખાનગી દવાખાનામાં ખસેડી ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યો હતોે.