ગોધરા,
ગોધરા શહેર ગોન્દ્રા જી.ઈ.બી. કચેરી સામે બંધ મકાનમાં જુગાર રમતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ કરી 10 જુગારીયાને 1,26,640/-રૂપીયાના મુદ્દામાલ સાથે ઝડપ્યા.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા ગોન્દ્રા જી.ઈ.બી. કચેરી સામે સુલેમાની મસ્જીદ પાસે આવેલ મોહસીન હુસેન કડીયા ઉર્ફે માલદાર હાજીનું મકાન મહોમંદ હનીફ મુસાભાઈ મન્સુરીએ ભાડે રાખ્યુંં હતું અને મકાનના બંધ દરવાજામાં કેટલાક ઈસમો ભેગા થઈને જુગારધામ ચલાવી રહ્યા છે. તેવી ચોકકસ બાતમીના આધારે એલ.સી.બી.પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન મોહમંદ હનીફ મન્સુરી, બીલાલ મહંમદભાઈ વ્હોરા, અલીઅસગર ઈર્ષાદઅલી બરોડાવાલા, શકીલ મહમદ મલેક, મુસ્તાક યુસુફ મન્સુરી, સરફરાજ ઈકબાલ મન્સુરી, મહમદ હનીફ અબ્દુલ સત્તાર દાંત, ગફાર કાદર મિસ્ત્રી, ફિરદોસ વલી કરીમવાલા, બીલાલ સુલેમાન મન્સુરીને ઝડપી પાવામાં આવ્યા હતા. ઝડપાયેલ ઈસમોની અંગઝડતીમાં 27,510/-રૂપીયા દાવ ઉપર મુકેલ મોબાઈલ ફોન નંગ-10 મળી કુલ 1,26,640/-રૂપીયાનો મુદ્દામાલ કબ્જે લઈ આ બાબતે બી ડીવીઝન પોલીસ મથકે જુગારધારા હેઠળ ફરિયાદ નોંધાવા પામી છે.