ગોધરા-ગોન્દ્રા સર્કલ પાસેથી ખાણ-ખનિજ વિભાગે ગેરકાયદેસર રેતી ભરેલ ટ્રેકટર ઝડપ્યું

ગોધરા, ગોધરાના ગોન્દ્રા વિસ્તાર માંથી ખાણ-ખનિજ વિભાગ દ્વારા ગેરકાયદેસર રીતે રેતી ભરીને પસાર થતાં ટ્રેકટર સહિત 5 લાખના મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો અને ટ્રેકટર કલેકટર કચેરી કંપાઉન્ડમાં સીઝ કરી દંડનીય કાર્યવહી હાથ ધરવામાં આવી છે.

પંચમહાલ જીલ્લામાં ગેરકાયદેસર રીતે ખાણ-ખનિજ માફિયાઓ દ્વારા રેતી, પથ્થર, માટીનું ખનન કરીને પાસ પરમીટ વગર ચોરી કરતા હોય છે. આવી ગેરકાયદેસરની ખનિજ ચોરીને રોકવા માટે જીલ્લા ખાણ-ખનિજ વિભાગ દ્વારા દિવસ અને રાત્રીના સમયે એવા સ્થળો અને માર્ગો ઉપરથી ખનિજ ચોરી કરી વહન કરતા વાહનો ઝડપી પાડવામાં આવતા હોય છે. તેમ છતાં ખનિજ માફિયાઓ ગેરકાયદેસર ખનિજ ચોરી રોક લાગી નથી. ખાણ-ખનિજ વિભાગને બાતમી મળી હતી કે, ગોધરા ગોન્દ્રા સર્કલ પાસેથી ગેરકાયદેસર પાસ પરમીટ વગર રેતી ભરેલ ટ્રેકટર પસાર થઈ રહ્યું છે. તેવી બાતમીના આધારે ખાણ-ખનિજ વિભાગે રેતી ભરેલ ટ્રેકટર સહિત 5 લાખના રૂપીયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો. ઝડપી પાડવામાં આવેલ રેતી ભરેલ ટ્રેકટરને જીલ્લા કલેકટર કચેરીના કંપાઉન્ડમાં સીઝ કરી ખાણ-ખનિજ વિભાગે દંંડનીય કાર્યવાહી હાથ ધરી છે.