
ગોધરા તાલુકાના ગોલ્લવ ગામ પાસે આવેલ ITIની નજીકમાં ઇકો ગાડી અને ટેન્કર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોનું ઘટનાસ્થળ ઉપર મોત નીપજ્યું હતું. 108ને બનાવની જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી. જેમાં બે ઈસોમોની હાલત નાજુક હોવાના કારણે તાત્કાલિક દેવગર બારીયા ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર પહેલાં જ એક ઈસમનું મોત થયું હતું. જ્યારે અન્ય એક ઈસમનું સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતકોને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ગોધરા તાલુકાના ગોલ્લવ પાસે ઇકો ગાડીમાં સાત લોકો સવાર થઈ જઈ રહ્યા હતા. ત્યારે સામેથી બેફામ આવતા ટેન્કરે ઇકો કાર અડફેટે લીધી હતી. જેથી ગાડીમાં સવાર ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાંથી બે લોકોની હાલત અતિ ગંભીર હોવાના કારણે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા દેવગઢ બારીયા ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર લેતા પહેલાં જ એક ઈસમનું 108માં જ મોત નીપજ્યું હતું .જ્યારે અન્ય ત્રણ ઈસમો ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. જ્યારે અન્ય ત્રણ ઈજાગ્રસ્તોને ગોધરા 108 ઍમ્બુલન્સ દ્વારા તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન એકનું મોત થયું હતું.

પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી રહ્યું છે કે, ઈકો ગાડીમાં સવાર સાત લોકો છોટાઉદેપુરના હોવાનું જાણવા મળી રહ્યું છે. પરંતુ હાલ તો મૃતકનો પરિવાર ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે આવવા નીકળી પડ્યો છે.
