- ફેકટરીના ત્રીજા માળે આઈસ્ક્રીમના ગોડાઉનમાં આગ લાગી : કેમિકલને લઈ આગ વિકરાળ બની
ગોધરા, ગોધરા જી.આઈ.ડી.સી.માં આવેલ બોમ્બે ચોપાટી જે દુધની બનાવટો બનાવતી ફેકટરી હોય આ ફેકટરીમાં કોઈ કારણોસર ત્રીજા માળે આઈસ્ક્રીમના ગોડાઉનમાં આગ લાગવાની ધટના બની હતી. ફેકટરીમાં લાગેલ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ. આગ ઉપર કાબુ મેળવવા માટે ગોધરા ફાયર ફાયટરોએ પ્રયત્નો શરૂ કર્યા હતા. પરંતુ આગ વિકરાળ બનતા લુણાવાડા-કાલોલ અને હાલોલના ફાયર ફાયટરોને બોલાવીને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો કરાઈ રહ્યા છે.
ગોધરાના લુણાવાડા રોડ ઉપર આવેલ જી.આઈ.ડી.સી.માં બોમ્બે ચોપાટી નામની દુધની બનાવટો બનાવટી ફેકટરી આવેલ છે. આ ફેકટરીના ત્રીજા માળે આઈસ્ક્રીમના ગોડાઉનમાં કોઈ કારણોસર આગ લાગી હતી. બોમ્બે ચોપાટીની ફેકટરીમાં લાગેલ આગને લઈ ગોધરા ફાયર ફાયટરો ધટના સ્થળે દોડી આવીને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો કર્યા હતા. પરંતુ જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આગ ઉપર કાબુ મેળવવા માટે લુણાવાડા, હાલોલ અને કાલોલના ફાયર ફાયટરોને બોલાવવામાં આવ્યા હતા. દુધની બનાવટો બનાવટી ફેકટરીમાં લાગેલ આગ ઉપર કાબુ મેળવવા માટે ચાર ફાયર ફાયટરો કામે લગાડવામાં આવ્યા છે. બોમ્બે ચોપાટીની ફેકટરીના ત્રીજા માળે આઈસ્ક્રીમ ગોડાઉનમાં કેમિકલ હોવાના કારણે આગ વધુ ફેલાઈ હતી. દુધ બનાવટો બનાવતી ફેકટરીમાં લાગેલ આગ વિકરાળ બનતા ફેકટરીની આસપાસના ગોડાઉનાવાળાઓએ પોતાના સામાન ખાલી કર્યા હતા. આગને લઈ અફર તફરા મચી જવન પામી હતી. બોમ્બે ચોપાટીની ફેકટરીમાં લાગેલ આગ કાબુમાં નહિ આવતા વધુ ફાયર ફાયટરોને બોલાવવામાં આવ્યા છે. જી.આઈ.ડી.સી.માં ફેકટરીમાં લાગેલ આગની ધટનાને લઈ પ્રાંત અધિકારી ધટના સ્થળે પહોંચી માહિતી મેળવી હતી.
ગોધરા જીઆઈડીસીમાં બોમ્બે ચોપાટીના દુધ બનાવટો બનાવતી ફેકટરીમાં આગ લાગી હતી. ગોધરા સહિત હાલોલ, કાલોલ અને લુણાવાડાના ફાયર ફાયટરોએ આગ ઉપર કાબુ મેળવવા પ્રયત્નો કયા છે. ફાયર ઉપકરણોનો અભાવ હતો ને અમારી ઘ્યાનમાં આવેલ નથી. પાલિકા ફાયર વિભાગ દ્વારા રિપોર્ટ બનાવ્યા બાદ ફાયર સેફટીના નિયમો અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે.
ફાયર વાયરલેસ ઓફિસ, નગરપાલિકા ગોધરા, રાજદિપસિંહ રાઠોડ