ગોધરા જી.આઈ.ડી.સી.માં બોમ્બે ચોપાટીની ફ્રુડ પ્રોડકટ બનાવતી ફેકટરીના ડ્રેઈન પાણીના નમુના ફેઈલ આવતાં જીપીસીબી દ્વારા ફેકટરી સીલ કરાઈ

ગોધરા,ગોધરા જીઆઈડીસીમાં આવેલ બોમ્બે ચોપાટીમાં મિલ્ક પ્રોડકટ બનાવ્યા બાદ નિકળતા ડ્રેઈન પાણીના નમુના જીપીસીબી દ્વારા 15 દિવસ પહેલા લેવામાં આવ્યા હતા. લેવામાં આવેલ ડ્રેઈન પાણીના નમુનાનો રિપોર્ટ ફેઈલ આવતાં આજરોજ બોમ્બે ચોપાટી નામની ફેકટરીને સીલ કરવામાં આવી છે.

ગોધરા જીઆઈડીસીમાં આવેલ બોમ્બે ચોપાટી પ્રોડકટ બનાવતી ફેકટરીમાં મિલ્ક પ્રોડકટ બનાવ્યા બાદ નિકળતા ડ્રેઈન પાણીના નમુના જીપીસીબી દ્વારા લેવામાં આવ્યા હતા. આ ડ્રેઈન પાણીના નમુનાનો રિપોર્ટ ફેઈલ આવતાં જીપીસીબી દ્વારા બોમ્બે ચોપાટી ફેકટરીને નોટીસ આપવામાં આવી હતી. જીપીસીબી દ્વારા નોટીસ આપવા છતાં કાર્યવાહી કરાઈ ન હતી. બોમ્બે ચોપાટીના ફરિયાદના અનુસંધાને ગાંધીનગરથી આદેશ કરવામાં આવ્યો હોય જેને લઈ જીપીસીબી દ્વારા ગોધરા જીઆઈડીસીમાં આવેલ બોમ્બો ચોપાટીની મિલ્ક પ્રોડકટ બનાવી વેચતી દુકાનમા ફ્રુડ પ્રોડકટમાં જીવાત નિકળવાના કિસ્સામાં ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પણ નોટીસ અપાઈ હતી.