ગોધરા,
ગણેશ મહોત્સવને જ્યારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે કોરોના મહામારીને લઈ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ગાઇડ લાઈન મુજબ ગણેશ મહોત્સવની ઉજવણી થાય તેવા હેતુથી ગોધરા સરદાર નગર ખંડ ખાતે જીલ્લા પોલીસ તંત્ર અને ગણેશ આયોજકો સાથે મીટીંગ યોજવામાં આવી હતી. આ મીટીંગમાં આયોજકો દ્વારા કોરોના ગાઈડ લાઈન મુજબ ગણેશ વિર્સજન યાત્રા કાઢવા માટે મંજુરી આપવામાં આવે તેવી માંગ કરાઈ છે.
ગોધરા શહેરના ગણેશ મહોત્સવ મંડળના આયોજકો સાથે આજરોજ ગોધરા સરદાર નગર ખંડ ખાતે જીલ્લા પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા મીટીંગ યોજવામાં આવી હતી. આ મીટીંગમાં ગણેશ મહોત્સવમાં સરકારની ગાઈડ લાઈન મુજબ ગણેશ મંડળો દ્વારા ૪ ફુટ ઉંચી મૂર્તિ સ્થાપના કરવામાં આવે તેમજ ગણેશ મૂર્તિના સ્થાપના થતાં પંડાલોમાં કોરોના ગાઈડ લાઈનનું ચુસ્ત પાલન કરવાનું રહેશે.
ગોધરાના ગણેશ મંડળો અને વહીવટી તંત્ર અને પોલીસ વચ્ચે યોજાયેલ ગણેશ મહોત્સવને અનુલક્ષીને મીટીંગ યોજાઈ હતી. તેમાં ગણેશ મંડળો એ ગોધરામાં આન-બાન અને શાન ગણાતી ગોધરાની ગણેશ વિર્સજન યાત્રા સરકારની ગાઈડ લાઈન મુજબ કાઢવા દેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત જો ગણેશ વિર્સજન યાત્રા કાઢવા દેવામાં આવે તો સરકારે જારી કરેલ ગાઈડ લાઈનનો અમલ કરવાની પણ ગણેશ મંડળોને સુચન કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા મીટીંગમાં ગણેશ મંડળોને ગણેશ સ્થાપના થી લઈ ગણેશ વિર્સજન સુધીના દિવસોમાં ગણેશ મંડળો સરકારના આદેશોનું ચુસ્ત પાલન કરવાનો રહેશે. કોઈપણ પ્રકારનો વિવાદ થાય નહિ તેનું ધ્યાન આપવામાં આવે તેવા સુચનો કરવામાં આવ્યા હતા. ગોધરા નગર પાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં ચાર થી પાંચ કુત્રિમ તળાવો પણ ઉભા કરવામાં આવશે. મીટીંગમાં ગણેશ મંડળોના આયોજકો દ્વારા ગોધરામાં પરંપરાગત ટ મુજબ વિર્સજન યાત્રા યોજવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. બેઠકમાં મોટી સંખ્યામાં આયોજકો હાજર રહ્યા હતા.