ગોધરા,
એક પાર્ટી જૂઠાણાં થી જ પેદા થઈ છે અને બીજી પરીવારવાદ કેજરીવાલે દારૂના ઠેકા આપી દિલ્હી બર્બાદ કર્યું. કેન્દ્રિય મંત્રી વી.કે.સિંહએ પંચમહાલ ખાતેના ગૌરવ યાત્રા કાર્યક્રમ દરમીયાન આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા.
કેન્દ્રિય વાહન વ્યવહારના અને અટજગ મંત્રી વી.કે.સિંહ ની આગેવાની હેઠળ નીકળેલ ગૌરવ યાત્રા પંચમહાલ જિલ્લામાં પ્રવેશ કરતા બીજેપીના સ્થાનિક નેતાઓ અને કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. હાલોલના બાસ્કા ખાતે ભવ્ય સ્વાગત સાથે ગૌરવ યાત્રાનું આગમન થયું. હાલોલ મુકામે સભા સંબોધન દરમીયાન આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા કેજરીવાલ સરકાર એક સારી સ્કુલ બનાવી અસંખ્યા સ્કુલો ખોલ્યાનો દાવો કરે છે. દારૂના સંખ્યાબંધ ઠેકા આપી દિલ્હી બર્બાદ કર્યુ, સાથે રાજકીય પાર્ટી એટલે જોડાવવાનું પસંદ કર્યું કે બીજેપીની વિચાર ધારા અને સેનાની વિચારધારા એક સરખી પહેલાં આંતકવાદી હુમલા વખતે માત્ર નિંદા થતી હતી હવે મોદી સરકાર નિંદા નહી ઘરમાં જઇને મારે છે અને નહિ માનો તો યુધ્ધમાં ખતમ કરી દેવાની પાકિસ્તાન ચેતાવણી નરેન્દ્ર મોદી એ આપી છે
બાઇક રેલી સાથે ગૌરવ યાત્રા કાલોલ વિધાનસભા મત વિસ્તારમાં પહોંચી હતી. ત્યારબાદ ગોધરાના મેહંદી બગ્લોઝ ખાતે પહોંચી, જ્યાં સભા સંબોધન કાર્યક્ર્મ યોજવામાં આવ્યો. આ ગૌરવ યાત્રામાં સ્થાનિક સાંસદ ધારાસભ્ય સહીત મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો જોડાયા હતા. ગૌરવ યાત્રા ગોધરા મુકામે રાત્રી રોકાણ બાદ 17 મીએ શહેરા મત વિસ્તારના ખાંડીયા મુકામે પહોંચશે. ત્યાર બાદ મહિસાગર જીલ્લા તરફ રવાના થશે.