ગોધરા ગણેશ મહોત્સવ અંતર્ગત ગણેશ આયોજકો સાથે પોલીસ પ્રસાશને મીટીંગ યોજી

ગોધરા,
ગોધરા શહેરની આન બાન અને શાન ગણાતા ગોધરા ગણેશ મહોત્સવની પ્રથમ મિટિંગ ગણેશ આયોજકો અને પંચમહાલ જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા શહેરના પોલીસ હેડ ક્વાટર ખાતે આવેલા પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે યોજવામાં આવી હતી.

સમગ્ર રાજ્યની જ્યાં નજર હોય છે. તેવા ગોધરા શહેરની આન બાન અને શાન ગણાતા ગોધરા ગણેશ મહોત્સવની તૈયારીઓ સાથે ગણેશ પ્રતિમાઓ નું વાજતે ગાજતે આગમન,સ્થાપન અને વિસર્જન યાત્રા માટેની પ્રથમ ગણેશ આયોજકોની મીટીંગ પંચમહાલ જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા શહેરના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આવેલા પોલીસ તાલીમ કેન્દ્ર નાં સભાખંડ માં આયોજિત કરવામાં આવી હતી. જે મિટિંગ પંચમહાલ જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીની અધ્યક્ષતામાં આયોજિત કરવામાં આવી હતી. જેમાં નાયબ જિલ્લા પોલીસ વડા સી.સી.ખટાણા,ગોધરા શહેર એ અને બી ડિવિજન પોલીસ મથક અને ગોધરા તાલુકા પોલીસ મથકના પી.આઇ.ઓ. તેમજ ગોધરા ગણેશ મહોત્સવનાં આયોજકો કે.ટી.પરીખ, આનંદ ઘડિયાળી તેમજ વિવિધ ગણેશ મંડળોનાં આયોજકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.જે મિટિંગમાં ગણેશ મંડળના આયોજકોને ગણેશ પ્રતિમાની ઊંચાઈ મર્યાદિત, પી.ઓ.પી.ની મૂર્તિ નાં હોવી જોઈએ, માટીની મૂર્તિની સ્થાપનનો આગ્રહ કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત ગણેશ મંડળના આયોજકો અને પોલીસ પ્રશાસન વચ્ચે સુમેળ ભર્યો વ્યવહાર રાખવા ખાસ અપીલ કરવામાં આવી હતી.ત્યારે ગણેશ મંડળો નાં આયોજકો દ્વારા વર્ષ 2019 થી 2021 સુધી કોરોના કાળ ને કારણે ગણેશ મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી નથી.તો આ વર્ષે પાછલા બે વર્ષની કસર પૂરી કરવા માટે ગણેશ મંડળોમાં ગણપતિ મહોત્સવની ઉજવણીને લઈને ધામધૂમ પૂર્વક કરવા માટે અનેરો ઉત્સાહ અને ઉત્કંઠા ગણેશ આયોજકોના ચહેરાઓ પર જોવા મળી હતી.

પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા આગામી ગણેશ મહોત્સવ ધામધૂમપૂર્વક અને શાંતિપૂર્વક ઉજવવા માટે ગણેશ આયોજકો ને અપીલ કરી હતી.ગણેશ મંડળનાં આયોજકો દ્વારા મંડળ નું નામ, શ્રીજી સ્થાપન સ્થળ તેમજ અન્ય જરૂરી વિગતો દર્શાવતા ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું.ગણેશ મંડળોનાં આયોજકો દ્વારા પોલીસ પ્રશાસન ને આગામી ગણેશ મહોત્સવ શહેરમાં શાંતિપૂર્વક, સુલેહ પૂર્વક અને સરકારની ગાઈડ લાઇન તેમજ કોમી એખલાસ સાથે યોજવામાં આવશે તેની ખાતરી આપી હતી.