
ગોધરા,નારી શક્તિ વંદન અધિનિયમ મહિલા અનામત વિધેય પ્રધાનમંત્રી દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત લોકસભા તથા વિધાનસભામાં મહિલાઓને 33% અનામત આપવાનું નક્કી કર્યું. આ ઐતિહાસિક નિર્ણય અંતર્ગત ચર્ચ ઉપર ગાંધી સર્કલ ખાતે મહિલા મોરચાની બહેનો દ્વારા ઉજવણી કાર્યક્રમ રાખવામાં આવી હતી. નગરમાં રહેતી મહિલા મોરચાની જિલ્લાની તથા તાલુકાની અને સંગઠનની તમામ પદાધિકારી બહેનો તથા ચૂંટાયેલી તમામ પાંખ તથા ગોધરા નગરના તમામ મોરચાના કાર્યકર્તાઓ પદાધિકારીઓ હાજર રહી ફટાકડા ફોડી એકબીજાનું મોં મીઠું કરાવી વડાપ્રધાનનો આભાર માન્યો હતો.