ગોધરા શેખ મજાવર રોડ ઉપર આવેલ ર્ડા.ઝાકીર હુસેન પ્રાથમિક શાળાને અજાણ્યા ચોર ઇસમોએ નિશાન બનાવી હતી. ઓફિસનો દરવાજો તોડી સરસામાન વેર વિખેર કર્યો હતો અને શાળાના કુવા માંથી મોટર અને બેલની ચોરી કરી જતાં આ બાબતે બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા શેખ મજાવર રોડ ખાતે આવેલ પોલન બજાર સાર્વજનિક માયનોરીટી મુસ્લીમ યુવક મંડળ સંંચાલિત ર્ડા. ઝાકીર હુસેન પ્રા.શાળામાં અજાણ્યા ચોર ઈસમોએ શાળાને નિશાન બનાવી હતી. ચોર ઈસમો બારીની ગ્રીલ તોડી શાળામાં પ્રવેશ કર્યો હતો. ઓફિસના દરવાજાનું તાળું તોડી તિજોરીનુંં લોક તોડી કાગળો ફેંદી નાખ્યા હતા. ચોર ઈસમોએ સ્ટાફ રૂમની બાજુ માંથી બેલ તથા કુવા માંથી ઈલેકટ્રીક મોટરની ચોરી કરી ગયા હતા. આ બાબતે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.