ગોધરા ધોળાકુવા ડી-માર્ટ પાસેથી કેટા કાર માંથી 3.11 લાખનો ઈંગ્લીશ દારૂ સાથે ખેપીયાને ઝડપ્યો

ગોધરા, ગોંધરા દાહોદ હાઇવે રોડ પર આવેલ ધોળાકુવા ડી માર્ટ પાસેથી એલ.સી.બી પોલીસે સીલ્વર કલરની કેટા કાર માંથી દારૂ પકડી પાડ્યો હતો.કાર માંથી અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ-1156 કિ.રૂ.3,11,340/- તેમજ મોબાઇલ ફોન, રોકડા રૂ.3650/- ક્રેટા ગાડી કિ.રૂ. 5,00,000/- ની મળી કુલ રૂ.8,19,690/- ના મુદ્દામાલ સાથે આંતર રાજ્ય દારૂના ખેપીયાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક વાબોંગ જામીર નાઓએ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી નાઓને અત્રેના જીલ્લામાં દારૂની અસામાજીક પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સારૂ જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ તે સુચના અને માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એલ. દેસાઇ એલ.સી,બી, ગોઘરા નાઓએ એલ.સી.બી. સ્ટાફના અધિકારી તથા કર્મચારીઓને પ્રોહીબીશનની હેરાફેરી કરતા ઈસમો ઉપર વોચ રાખી રેઇડો કરવા સુચના આપી હતી.જે સુચના અન્વયે પોલીસ સબ ઈન્સ્પેકટર એલ.સી.બી. ગોધરા તાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે એક સીલ્વર કલરની કેટા ગાડી નંબર ડી.એલ. 10 સી.ટી. 2927 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી લઈને તેનો ચાલક સંતરોડ તરફથી નીકળી ગોધરા શહેર તરફ આવનાર છે તેવી મળેલ બાતમી આધારે એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે ગોધરા દાહોદ હાઇવે રોડ ધોળા કુવા ડી માર્ટની સામે પ્રોહી નાકાબંધી કરી હતી. બાતમી મુજબની કેટા ગાડી નંબર ડી.એલ. 10 સી.ટી. 2927 આવતા તેને ઉભી રખાવીને કારની અંદર તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ ભરેલ કારને લોકલ ક્રાઈમ બ્રાન્ચની કચેરી ખાતે લાવીને ચાલકની પૂછપરછ હાથધરી હતી. પોલીસે અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ-1156 કિ.રૂ.3,11,340/- તેમજ મોબાઇલ ફોન, રોકડા રૂ.3650/- ક્રેટા ગાડી કિ.રૂ. 5,00,000/- ની મળી કુલ રૂ.8,19,690/-ના મુદ્દામાલ સાથે આંતર રાજ્ય દારૂના ખેપીયાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.