ગોધરા ધાનકાવાડ વિસ્તારમાં મહિલાનુ ગુમ થયેલ પર્સ મળતા પોલીસે પરત કર્યુ

ગોધરા શહેરના ધાનકાવાડ વિસ્તારમાંથી મહિલાનુ સોનાની ચેઈન તથા રોકડા રૂપિયા સાથે ગુમ થયેલુ પર્સ પોલીસે ગણતરીના કલાકોમાં શોધી પરત કર્યુ હતુ.

ગોધરા તાલુકાના બખ્ખર ગામે રહેતા લક્ષ્મીબેન નીલેશભાઈ પટેલનો પુત્ર બિમાર હોવાથી ગોધરાના ધાનકાવાડ વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. તે દરમિયાન તેમની પાસેની થેલીમાંથી એક નાનુ પર્સ પડી ગયુ હતુ. જેમાં સોનાની ચેઈન તથા રોકડા રૂ.700 સહિત ગુમ થયા હતા. જે બાબતે તેમણે એ-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ કરતા એક શખ્સ પર્સ સાથે ગોવિંદી ત્રણ રસ્તા પાસેથી જતો ઝડપાતા પોલીસે તેની અટકાયત કરી પુછપરછ કરતા તેણે પોતાનુ નામ રંગીત પુનાભાઈ નાયક હોવાનુ જણાવ્યુ હતુ. તેમજ ધાનકાવાડ સ્થિત હોસ્પિટલ પાસેથી મળ્યુ હોવાનુ જણાતા પોલીસે પર્સ મેળવી લક્ષ્મીબેનને પરત કર્યુ હતુ.