ગોધરા દયાળ કસ્બા મેશરી નદીના પુલ પાસેથી ભારતીય બનાવટના 500ના દરની નકલી 800 નંગ નોટો સાથે બે ઇસમોને એલ.સી.બી.પોલીસે ઝડપ્યો

પંંચમહાલ એલ.સી.બી.પોલીસને બાતમી મળી હતી કે, ગોધરાના દયાલ કસ્બા ગામ તરફથી બે ઈસમો બાઈક અને મોપેડ ઉપર બનાવટી નકલી ચલણી નોટો લઈને આર.ટી.ઓ. કચેરી તરફ આવવાના છે. તેવી બાતમીના આાધારે દયાળ મેશરી નદી પુલ પાસે વોચ ગોઠવી બે ઈસમોને બનાવટી 500 રૂપીયાના દરની નંગ-800 સાથે ઝડપી પાડવામા ં આવ્યા.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા એલ.સી.બી.પોલીસને બાતમીદાર મારફતે બાતમી મળી હતી કે, ગોધરા દયાળ કસ્બા ગામ તરફથી બે ઈસમો બાઈક, મોપેડ ઉપર બનાવટી નકલી ચલણી નોટો લઈને ગોધરા આર.ટી.ઓ. કચેરી તરફ આવનાર છે. તેવી ચોકકસ બાતમીના આધારે એલ.સી.બી.પોલીસે ગોધરા દયાળ કસ્બા મેશરી નદીના પુલ પાસે નાકાબંધી વોંચ ગોઠવી હતી અને બાતમીવાળા વાહન ઉપર આવતાંં બે ઈસમોને મોહસીન શબ્બીર સીંધા( મુળ.રહે. કાટા સાયણ,તા.હારકોટા, ભરૂચ હાલ રહે. તાદલજા અલીમીનાર હાઈટમ બી-401,વડોદરા), સોયેબ અબ્દુલ સત્તાર પટેલ (રહે. ધંત્યા પ્લોટ અલીમસ્જીદ રોડ,ગોધરા)ને ઝડપ્યા હતા અને બીજો ઈસમો પાસેથી ભારતીય ચલણની બનાવટી 500 રૂપીયાના દરની નંગ-800 નોટ તેમજ ટુ વ્હીલર નંગ-2 કિંમત 60,000/-, મોબાઈલ ફોન નંગ-2 કિંમત 10,000/-રૂા. તેમજ જુદા જુદા દરની ચલણી નોટો 640/-રૂપીયા રોકડા સાથે ઝડપી પાડવામાં આવ્યા. જ્યારે નકલી ચલણી નોટોના ષડયંત્રમાં સંડોવાયેલ આરોપી ઈમરાન શબ્બીર સીંધા (રહે. કાટાસાયણ હાસોટા, ભરૂચ)ને વોન્ટેડ વિરૂદ્ધ ગોધરા એ ડીવીઝન પોલીસ મથક 2024 ઈ.પી.કો.કલમ-489(ખ)(ગ), 114 મુજબ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.