ગોધરા,ગોધરા તાલુકાના દયાળ કાંકરા ગામે દાહોદ-વડોદરા રોડ ઉપરથી ક્ધટેનરમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો વડોદરા તરફ લઈ જવાતો હોવાની બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલને મળેલ હોય બાતમીના આધારે વોચ ગોઠવી બાતમીવાળા ક્ધટેનરને રોકવા જતાં ચાલક અને કલીનર ક્ધટેનર છોડી નાશી છુટીયા હતા. પોલીસે ક્ધટેનરની તપાસ કરતા ઈંગ્લીશ દારૂ કિંમત 8.78 લાખનો જથ્થો તેમજ ક્ધટેનર મળી કુલ 23.78 લાખના મુદ્દામાલ ઝડપી પાડી. આ બાબતે એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલને બાતમી મળી હતી કે, દાહોદ થી ક્ધટેનરમાં ઈંગ્લીશ દારૂ ભરીને દાહોદ-વડોદરા રોડ ઉપરથી વડોદરા તરફ પસાર થવાનું છે. તેવી ચોકકસ બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દામાવાવ ગામ પાસે હાઈવે રોડ ઉપર પ્રયાસ કર્યો હતો. ક્ધટેનર ચાલક દુરથી પોલીસ ચેકીંગ હોવાની જાણ થતાં ક્ધટેનર સ્થળ ઉપર છોડીને ચાલક અને કલીનર નાશી છુટીયા હતા. પોલીસે ક્ધટેનરની તપાસ કરતાં ઈંગ્લીશ દારૂની નાની-મોટી બોટલો તથા બીયર ટીન કિંમત 8.78 લાખનો ઈંગ્લીશ દારૂ અને ક્ધટેનર કિંમત 15 લાખ રૂપીયા મળી કુલ કિંમત 23.78 લાખ રૂપીયાનો મુદ્દામાલ કબ્જે લઈને આ બાબતે ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.