ગોધરાની કેવડીયા ગામ પાસે ટેન્કરમાં ચોર ખાનું બનાવી લવાતો 23.58 લાખનો ઈંગ્લીશ દારૂ ઝડપ્યો

ગોધરા,
ગોધરા તાલુકાના કેવડીયા ગામની સીમમાં દાહોદ થી ગોધરા તરફ ટેન્કરમાં ઈગ્લીશ દારૂ લાવી રહ્યા છે. તેવી બાતમીના આધારે ગોધરા તાલુકા પોલીસ અને એલ.સી.બી. પોલીસે નાકાબંધી કરી બાતમીવાળા ટેન્કરને ઝડપી ઈંગ્લીશ દારૂ બીયર ટીન માંથી કિંમત 23,58,000/-રૂપીયાનો દારૂ સહિત 33,61,000/-રૂપીયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો.

પ્રાપ્ત વિગતો પ્રમાણે ગોધરા રીડર શાખાને બાતમી મળી હતી કે, દાહોદ-ગોધરા હાઈવે રોડ તરફ થી ટેન્કર નંબર જીજે.12.બીવાય.2206 માં ઈંગ્લીશ દારૂનો જથ્થો લવાઈ રહ્યો છે. તેવી બાતમીના આધારે ગોધરા તાલુકા પોલીસ અને એલ.સી.બી.પોલીસને બાતમીની જાણકારી આપી હતી. ચોકકસ બાતમીના આધારે તાલુકા પોલીસ અને એલ.સી.બી. પોલીસે કેવડીયા ગામ પાસે સંયુકત નાકાબંધી કરી હતી અને બાતમીવાળા ટેન્કરને રોકીને ચેકીંગ કરવામાં આવ્યું હતું. ટેન્કરમાં ચોરખાના બનાવીને લવાતો ઈંગ્લીશ દારૂનો જથ્થામાં પ્રિમીયમ વ્હીસ્કી બોટલ નંગ-372 કિંમત 4,46,400/-, મેકડોવેલ્સ વ્હીસ્કી બોટલ નંગ-2412 કિંમત 16,88,400/-રૂપીયા, સ્ટ્રોંગ બીયર નંગ-2232 કિંમત 2,23,200/-રૂપીયા કુલ 23,58,000/-રૂપીયાનો ઈંગ્લીશ દારૂ, ટેન્કર અને મોબાઈલ ફોન મળી કુલ 3,61,000/-રૂપીયાનો મુદ્દામાલ મનોહર ધિમારાવ બિસ્નોઈ (રહે. સોનારી સેડવા, રાજસ્થાન)ને ઝડપી પાડવામાં આવ્યો. આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે પ્રોહિબીશન એકટ હેઠળ ફરિયાદ નોંધાવા પામી છે.