ગોધરા નગરપાલિકા દ્વારા રસ્તા પર રખડતા ઢોરને પકડવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઢોરને પકડીને પાંજરાપોળ ખાતે રાખવામાં આવે છે, પરંતુ જે ઢોર મૃત્યુ પામે છે તેનો નિકાલ કરવાની નગરપાલિકાની પદ્ધતિ તમે જોશો તો તમને રીતસર કંપારી છૂટી જશે. હા ગોધરા શહેરના હમીરપુર પાસે આવેલ નગરપાલિકા સંચાલિત ડમ્પિંગ સાઈડમાં કેટલીક મૃત અવસ્થામાં ગૌવંશના શબ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. હાલ તો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે, જેના કારણે ગૌરક્ષક પ્રેમીઓમાં નારાજગી જોવા મળી રહી છે.
ગોધરા શહેરના હમીરપુર ગામે નગરપાલિકા સંચાલિત ડમ્પિંગ સાઈડ આવેલું છે. જ્યાં હૈયુ હચમચાવી દેનારા દૃશ્યો સામે આવ્યા છે. જેમાં મોટી સંખ્યામાં મૃત હાલતમાં અનેક ઢોર મળી આવ્યા છે. જ્યાં જૂઓ ત્યાં મરેલી ગાયો અને ઢોરના ઢગલા જોવા મળ્યા છે. અનેક ઢોરના હાડપિંજર પણ રઝળતી હાલતમાં જોવા મળ્યા છે. ત્યારે નગરપાલિકા પર સવાલ ઊભા થઇ રહ્યા છે.
ગોધરા શહેરનાં હમીરપુર ગામે આવેલ ડમ્પીંગ સાઈડમાં 15થી મૃત અવસ્થામાં ગૌવંશના શબ રઝળતા કચરાના ઢગલામાં જોવા મળતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ગૌરક્ષક પ્રેમીઓમાં નારાજગી જોવા મળી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગોધરા નગરપાલિકા તંત્ર દ્વારા ગોધરા શહેરના જેટલા પણ કચરો એકઠો થાય છે. તેનો નિકાલ ગોધરા શહેરના હમીરપુર ડમ્પિંગ સાઈડમાં કરવામાં આવે છે. ત્યારે ડમ્પીંગ સાઈડના કચરાના ઢગલામાં મૃત અવસ્થામાં 15થી વધુ ગૌવંશના મૃત હાલતમાં શબ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. હાલ તો મૃત અવસ્થામાં ગૌવંશના શબનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. ત્યારે આ વાઇરલ વીડિયોને લઈને ગૌરક્ષક પ્રેમીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જો કે દિવ્ય ભાસ્કર આ વીડિયોની પૃષ્ટી નથી કરી રહ્યું. મહત્વપૂર્ણ છે કે આ અંગે ચોક્કસ તપાસ બાદ જ સાચી હકિકત બહાર આવશે.
ગોધરા શહેરના નજીકમાં આવેલા હમીરપુર ડમ્પિંગ સાઈડમાં 15થી વધુ ગૌવંશ મૃત અવસ્થામાં મળી છે. જે ઘટનાને લઈને ગોધરા શહેરના ગૌસેવક પ્રજ્ઞેશભાઈ સોનીએ જણાવ્યું હતું કે, આ ઘટના બહુ નિંદનીય છે અને જે લોકોએ આ પ્રકારની કાર્ય કર્યું છે તેની યોગ્ય તપાસ થવી જોઈએ તેમજ નગરપાલિકા તંત્ર દ્વારા ડમ્પિંગ સાઈડમાં સિક્યુરિટી રાખવી જરૂરી છે, જેથી ખબર પડી શકે કે આ પ્રકારનું કાર્ય કોણ કરે છે.