ગોધરા,ગોધરા તાલુકાના ગોધરા-દામાવાવ બારીયા સ્ટેટ હાઈવે 155 માર્ગની કામગીરી કરાઈ રહી છે. રાતના સમયે ચાલતાં રસ્તાની કામગીરીમાં કોઈપણ જાતના સાઈનીંગ બોર્ડ નહિ ઉપયોગ થતાં કોઈ અકસ્માતની ધટના અને તેના જવાબદારી કે ડામર છંટકાવ કર્યા વગર વેઠ ઉતારી કામગીરી કરાઈ રહી છે. તેમાં કોન્ટ્રાકટર અને અધિકારીઓની મીલીભગત લાલીયાવાડી કરાઈ રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ગોધરા તાલુકાના ગોધરા-દામાવાવ બારીયા સ્ટેટ હાઈવે 155 માર્ગની કામગીરી દિવાળીના સમયે ચાલતી હતી. તે વખતે રસ્તાના કામમાં વેઠ ઉતારતી હોય જેને લઈ રસ્તાની કામગીરી બંધ કરવામાં આવી હતી. તે સ્ટેટ હાઈવે 155ની કામગીરી કોન્ટ્રાકટર પાસે આર એન્ડ બી અધિકારીઓ દ્વારા ફરીથી શરૂઆત કરવામાં આવી છે. સ્ટેટ હાઈવે રોડની કામગીરી રાત્રીના સમયે કરવામાં આવતી હોય રસ્તાની સાફસફાઈ વગર અને રોડ ઉપ ડામરનો છંટકાવ કર્યા વગર રસ્તાનું નવિનીકરણ કરીને ગુણવતા નહિ જાળવીને હલ્કી ગુણવતાની કામગીરી કરાઈ રહી છે. દિવાળી સમયે કોન્ટ્રાકટર દ્વારા બે કિલોમીટરની કામગીરીમાં ગુણવતા વગરના કામને લઈ કામ અટકાવી દેવામાં આવ્યું હતું. તે જગ્યાએ ફરીથી આર એન્ડ બી અધિકારીઓ દ્વારા કોન્ટ્રાકટર પાસે રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. કોન્ટ્રાકટર દ્વારા રસ્તાની સફાઈ વગર ગુણવતા વગરની કામગીરી કરાઈ રહી છે. સ્ટેટ આર એન્ડ બી વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાકટર વચ્ચેની મીલીભગતમાં રસ્તાની કામગીરીની ગુણવતા જાળવાતી નથી. ત્યારે ગોધરા-દામાવાવ સ્ટેટ હાઈવેની કામગીરીમાં હલ્કી અને ગુણવતાની કામગીરીના આક્ષેપ થઈ રહ્યા છે. તેની તપાસ સ્ટેટ આર એન્ડ બી વિભાગ કરશે ખરી કે કોન્ટ્રાકટર દ્વારા ઉતારવામાં આવતી વેઠને નજર અંદાજ કરવામાં આવશે.
ગોધરા-દામાવાવ બારીયા સ્ટેટ હાઈવે 155ની નવિનીકરણની કમાગીરી દિવાળી પહેલા કોન્ટ્રાકટર દ્વારા શરૂ કરવામાં આવી હતી. રસ્તાના કામમાં સાફસફાઈ કે ડામરનો છંટકાવ વગર કરાયેલ બે કિલો મીટરની કામગીરી બાદ હલ્કી ગુણવતાને લઈ કામ અટકાવી દેવામાં આવ્યું હતું. પૂન:ને રસ્તો બે મહિનામાં ખખડધજ બન્યો છે. ત્યારે આજ કોન્ટ્રાકટર દ્વારા ફરીથી બાકીના રસ્તાનું કામ સ્ટેટ આર એન્ડ બી અધિકારી અને કોન્ટ્રાકટરની મીલીભગતમાં શરૂ કરાય છે. ત્યારે રસ્તાનું કામ નકકર કરાશે કે પછી વેઠ ઉતારવામાં આવશે.