- આ રેસ્ટોરન્ટ માંથી થોડા દિવસ પહેલા ગ્રાહકના પનીર મસાલા સબજી માંંથી વંદો નિકળ્યો હતો.
ગોધરાના દાહોદ હાઈવે રોડ ઉપર આવેલ ડેઈલી મીલ્સ રૂફરોય રેસ્ટોરન્ટમાં ગોધરા ખોરાક અને ઔષદ્ય નિયમન તંત્ર દ્વારા ચેકીંંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ગે્રવી તથા દાલતડકા બે ખાદ્ય ચીજોના નમુના લેવામાં આવ્યા. રાજ્યની ફ્રુડ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે.
ગોધરા શહેરના દાહોદ હાઈવે રોડ ઉપર આવેલ ડેઈલી મીલ્સ રૂફરોય રેસ્ટોરન્ટમાંં ગ્રાહકને પીરસવામાં આવેલ સબજી માંથી વંદો નિકળતા વિવાદ થયો હતો. ગ્રાહક દ્વારા હોટલના સ્ટાફની સામે વિડીયો બનાવીને સોશ્યલ મીડીયામાં વાયરલ કર્યો હતો. રેસ્ટોરન્ટમાંં આવેલ ગ્રાહકને પીરસવામાં આવેલ પનીરની સબજી માંથી વંદો નિકળતા હોટલની ગંભીર બેદરકારી સામે આવી હતી.
ત્યારે જીલ્લા ખોરાક અને ઔષદ્ય નિયમન તંત્ર આવા બનાવો છતાં કોઈ કાર્યવાહી કરવામાં કેમ બેદરકારી દાખવી રહ્યા છે અને કોઈ દુર્ધટનાની રાહ જોઈ રહ્યું છે. તેવા અનેક પ્રશ્ર્નો વચ્ચે ગોધરા ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ડેઈલી મીલ્સ રૂફરોય રેસ્ટોરન્ટમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. જીલ્લા ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગના ફ્રુડ એન્ડ સેફટી ઓફિસર દ્વારા ફ્રુડ એન્ડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ હેઠળ રેસ્ટોરન્ટ માંથી ગે્રવી અને દાલતડકા બે ખાદ્ય ચીજોના નમુના લેવામાં આવ્યા હતા અને ગુજરાત રાજ્યની ફ્રુડ લેબોરેટરીમાંં તપાસ માટે મોકલી આપવામાંં આવ્યા છે.
જેના પૃથ્થકરણ અહેવાલ બાદ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે સાથે સ્વચ્છતા બાબતે શીડયુલ-4 મુજબ પાલન થતુંં ન હોય ફ્રુડ એન્ડ સેફટી એકટ હેઠળ ઈમ્પુવમેન્ટ નોટીસ આપવામાં આવી છે. તેવું ખોરાક અને ઔષદ્ય નિયમન તંત્રના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું.