ગોધરા-દાહોદ ઉપર આવેલ રાજ કોમ્પ્લેકસમાં ફાયર સેફટી અને પાર્કિંગ વ્યવસ્થા અભાવ ટ્રાફિકની સમસ્યા

  • દુકાનો, ટયુશન કલાસીસ, ઓફિસો, રહેણાંક મકાનો ધરાવતા કોમ્પલેકસમાં ફાયર સેફટી વગર મોટી દુર્ધટના સર્જાય તેવી ભીંતી.
  • રાજ કોમ્પ્લેકસના અલાયદા પાર્કિંગ એરીયામાં ગોડાઉન કરી દેવાતા વાહન પાર્કિંગ ખોરવાયું.

ગોધરા, ગોધરા-દાહોદ હાઈવે રોડ ઉપર ભરચક વિસ્તારમાં આવેલ રાજ કોમ્પ્લેકસમાં દુકાનો, કલાસીસ, ઓફિસો તેમજ રહેણાંક મકાનો આવેલ છે. આ કોમ્પ્લેકસમાં ફાયર સેફટીની સુવિધા તેમજ પાર્કિંગની વ્યવસ્થાનો અભાવ જોવા મળી રહ્યો છે. આવા ધમધમતા કોમ્પ્લેકસમં ફાયર સેફટીની સુવિધા ન ધરાવતું હોય તેમ છતાં પાલિકા તંત્ર જાણે કોઈ દુર્ધટના સર્જાય તેની રાહ જોઈ રહ્યું છે. તેમ લાગે છે.

ગોધરા શહેરના બી.વી.ગાંધી પેટ્રોલ પંપ નજીક હાઈવે રોડ ઉપર આવેલ રાજ કોમ્પ્લેકસમાં દુકાનો, ઓફિસો, ટયુશન કલાસીસ તેમજ રહેણાંક મકાન પણ આવેલ છે. આવા ધમધમતા કોમ્પ્લેકસમાં અત્યાર સુધી ફાયર સેફટીની સુવિધા ઉભી કરાઈ નથી. સામાન્ય રીતે આવા કોર્મશીયલ કોમ્પ્લેકસમાંં ફાયરની સેફટી ધરાવે છે કેમ તેની તકેદારી પાલિકાને રાખવાની થતી હોય છે પરંતુ આવા ધમધમતા શોપીંગ કોમ્પ્લેકસમાં ફાયરની સુવિધા ઉભી કરાઈ નથી. પરિણામે ભવિષ્યમાં કોઈ દુર્ધટના સર્જાય તો જાનહાનિ થવાની શકયતા નકારી શકાય નહિ. અધુરમાં પુરુ રાજ કોમ્પ્લેકસથી બહાર આડેધડ રીતે થતાં વાહનોના પાર્કિંગને લઈ ટ્રાફિકની સમસ્યા ગંભીર બની રહી છે. એવું પણ નથી કે રાજ કોમ્પ્લેકસમાં વાહન પાર્કિંગની સુવિધા નથી. કોમ્પ્લેકસના બાંધકામ વખતે કોમ્પ્લેકસમાં વાહન પાર્કિંગની જગ્યામાં દુકાનદારો દ્વારા ગેરકાયદેસર રીતે ગોડાઉન તરીકે ઉપયોગ કરાઈ રહ્યો છે.

રાજ કોમ્પ્લેકસમાં વાહન પાર્કિંગની સુવિધા હોવા છતાં આ પાર્કિંગ એરીયામાં ગેરકાયદેસર ગોડાઉન તરીકે દુકાનદારોએ ઉપયોગ શરૂ કરતાં શોપીંગ કોમ્પ્લેકસના દુકાનદારો ટયુશન કલાસીસમાં આવતા વિદ્યાર્થીઓ, ઓફિસ કર્મીઓને વાહનો ના છુટકે રોડ ઉપર પાર્કિંગ કરવા પડતા ટ્રાફિકની સમસ્યા કાયમી જોવા મળે છે. ત્યારે રાજ કોમ્પ્લેકસમાં પાર્કિંગ સેન્ટરની વ્યવસ્થા સુચારૂ શરૂ કરાય તે જરૂરી છે. સાથે ગોધરા પાલિકા ફાયર સેફટી વિભાગ દ્વારા રાજ કોમ્પ્લેકસમાં ફાયર સેફટીની સુવિધા ઉભી કરવા કાર્યવાહી કરાય તે જરૂરી છે.