ગોધરા-દાહોદ હાઈવે રોડ ઉપર આવેલ લકઝુરા હોટલમાં કાલોલના ૨૮ વર્ષીય યુવાનો આપધાત

ગોધરા,
ગોધરા-દાહોદ હાઈવે રોડ ઉપર આવેલ લકઝુરા હોટલમાં કાલોલના યુવાને હોટલમાં ઓનલાઈન બુકીંગ કરાવીને હોટલમાં રોકાયેલ હતો. આ યુવાને કોઈ કારણોસર ગળે ફાંસો ખાઈને આપધાત કર્યો હતો. આ ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસે મૃતદેહનો કબ્જો લઈ પી.એમ.અર્થે મોકલી આપવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો પ્રમાણે કાલોલ સુશાનદિપ સોસાયટીમાં રહેતા પ્રિયેશ વિનોદભાઈ વરીઆ ઉ.વ.૨૮ એ ગોધરા દાહોદ હાઈવે રોડ ઉપર આવેલ લકઝુરા હોટલમાં ઓનલાઈન બુકીંગ કરાવેલ હતું અને હોટલમાં રોકાયેલ હતો. તે દરમ્યાન કોઈ અગમ્ય કારણોસર પ્રિયેશ વરીઆ એ હોટના રૂમમાં ગળે ફાંસો ખાઈને આપધાત કર્યો હતો. આ ઘટનાની જાણ હોટલના મેનેજમેન્ટને થતાં એ ડીવીઝન પોલીસને જાણકારી આપી હતી. પોલીસ ધટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહનો કબ્જો લઈ પી.એમ. અથે ર ખસેડવામાં આવ્યો હતો. કાલોલ રહેતા મૃતક યુવાનના પરિવારને ધટનાની જાણ થતાં દોડી આવ્યા હતા. પરિવારજનો એ આંક્રદ કરી મુકયું હતું. હાલ યુવાને આપધાત કરવાનું કારણ જાણવા મળ્યું નથી.