ગોધરા,ગોધરા-દાહોદ હાઈવે રોડ ગઢચુંદડી ગામે મઢુલી હોટલ સામે અજાણ્યા વાહન ચાલકે 58 વર્ષીય અજાણ્યા ભીખારી જેવા પુરૂષને અડફેટમાં લઈ મોત નિપજાવી નાશી જઈ ગુનો કર્યાની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકે નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા-દાહોદ હાઈવે રોડ ગઢચુંદડી ગામે મઢુલી હોટલ સામે કોઇ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવી અજાણ્યા ભીખારી જેવા 58 વર્ષીય પુરૂષને અડફેટમાં લઈ અકસ્માત કરી ટકકર મારી માથાના ભાગે ઈજાઓ પહોંચાડી ધટના સ્થળે મોત નિપજાવી ગુનો કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે. આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.