ગોધરા,ગોધરા-દાહોદ હાઈવે રોડ ઉપર પ્રભાપુલ પાસે આવેલ રહેણાંક સોસાયટી બહાર હોસ્પિટલ શરૂ થવા જઈ રહી છે. બે સોસાયટી વચ્ચે શરૂ કરાતી હોસ્પિટલ આગળ પાર્કિંગની સુવિધા ન હોવાને લઈ ટ્રાફિકની સમસ્યા સર્જાય તે નકારી શકાય નહિ ત્યારે આવા રેસીડન્સી વિસ્તારમાં હોસ્પિટલ માટે પાલિકા મંજુરી આપતા પહેલા પાર્કિંગ સહિતની સુવિધાની ચકાસણી કરે તે જરૂરી છે.
ગોધરા-દાહોદ હાઈવે રોડ પ્રભા નદીના પુલ પાસે ગણેશ નગર અને ક્રિશ્ર્ચયન કોલની બહાર નવિન હોસ્પિટલ શરૂ થવા જઈ રહી છે. આ બન્ને સોસાયટી વિસ્તારમાં 250 થી 300 જેટલા મકાન ધરાવે છે. તેવી રેસીડન્સી વિસ્તારમાં બન્ને સોસાયટીના અવરજવરના રસ્તાની વચ્ચે હોસ્પિટલ થવા જઈ રહી છે. શરૂ થનાર હોસ્પિટલ હાઈવે રોડને અડીને આવેલ હોય તેમાંં પણ પાર્કિંગની સુવિધા ધરાવતી નથી. જેને લઈ હોસ્પિટલ શરૂ થતાં વાહનોના પાર્કિંગની સમસ્યા ઉદ્દભવી શકે છે. હોસ્પિટલની બન્ને તરફ રેસીડન્સી મકાનો ધરાવતી સોસાયટી હોવાથી જો આડેધડ પાર્કિંગ થાય તો રહિશોને અડચણ ઉભી થઈ શકે છે. ત્યારે હોસ્પિટલ શરૂ થાય તે પહેલા વાવડી વિસ્તારમાં શરૂ થતી આ નવિન હોસ્પિટલની ગોધરા નગર પાલિકા મંજુરી આપે તે સ્થાનિક રહિશોના સંભવિત આરોગ્યની થનાર અસરો તેમજ હાઈવે રોડ ટચ પાકિર્ંંગ સુવિધા વગરની આ હોસ્પિટલની મંંજુરી આપતા પહેલા તમામ પાસઓની તપાસ કર્યા બાદ મંજુરી આપે તે જરૂરી છે.
આ પણ વાંચો :ગુજરાતમાં સૌથી વધુ દાહોદ જીલ્લામાં હથિયાર જમા લેવાયા : લિકર પોલીસી અંતર્ગત પોણા કરોડનો દારૂ ઝડપાયો
ગોધરાના વાવડી વિસ્તારમાં ગણેશ નગર અને પ્રભા ક્રિશ્ર્ચયન સોસાયટી વચ્ચે નવિન હોસ્પિટલ શરૂ થવા જઈ રહી છે. આ બન્ને સોસાયટીમાં 250 થી 300 મકાનો ધરાવે છે. તેમજ બન્ને સોસાયટીના રસ્તાને અડીને હાઇવે રોડ ટચ હોસ્પિટલ શરૂ કરવામાં આવી રહી છે. આ હોસ્પિટલ શરૂ થતાં વાહનોના પાર્કિંગની સમસ્યા સર્જાઈ શકે છે. તેમજ હોસ્પિટલમાં આવતા દર્દીઓને લઈ સ્થાનિક રહિશોને આરોગ્ય ઉપર અસર થઈ શકે છે. ત્યારે આ નવી શરૂ થતી હોસ્પિટલની ગોધરા નગર પાલિકા મંજુરી આપે તે પહેલા પાર્કિંગની સુવિધાની ચકાસણી કરવામાં આવે તેવી સ્થાનિક રહિશો દ્વારા નગર પાલિકા ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરાઈ.