ગોધરા-દાહોદ હાઈવે ગઢચુંદડી પાસે કન્ટેનર માં ટ્રેકટરની સીટોની આડમાં લઈ જવાતો 7.33 લાખના ઈંગ્લીશ દારૂ સાથે ઈસમને તાલુકા પોલીસે ઝડપ્યો

ગોધરા-દાહોદ હાઈવે રોડ ગઢચુંદડી બસ સ્ટેશન પાસે તાલુકા પોલીસ નાકાબંધી કરી વાહન ચેકિંગમાં હોય દરમિયાન ક્ધટેનરમાં ટ્રેકટરની સીટોની આડમાં સંતાડીને લઈ જવાતો ઈંગ્લીશ દારૂની પેટીઓ નંગ-178 કિ.રૂ.7,33,440/-નો દારૂનો જથ્થો તેમજ મોબાઈલ ફોન ટ્રેકટર સીટો, અને ક્ધટેનર મળી કિ.રૂ.22,27,360/-ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. એક આરોપી નાસી છુટવામાં સફળ રહ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા-દાહોદ હાઈવે રોડ ઉપર ગઢચુંદડી બસ સ્ટેશન પાસે ગોધરા તાલુકા પોલીસે નાકાબંધી કરી વાહન ચેકિંગમાં હતી દરમિયાન ક્ધટેનર ડી.એલ.-1 એમએ-7755ને રોકવામાં આવ્યુ હતુ. ક્ધટેનરમાં ટ્રેકટરની સીટોે ભરેલ હોય જેની આડમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો લઈ જવાતો મળી આવ્યો હતો. ક્ધટેનરમાંથી ભારતીય બનાાવટની અલગ અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની પેટીઓ નંગ-178 કિ.રૂ.7,33,440/-, ટ્રેકટરની સીટોના બોકસ નંગ-112 કિ.રૂ.4,83,922/-, મોબાઈલ ફોન નંગ-2 કિ.રૂ.10,000/-કાગળો ક્ધટેનર મળી કુલ કિ.રૂ.22,27,362/-નો મુદ્દામાલ સાથે આરોપી દિવાનસિંગ સીયારામ ગુજજર(રહે.શ્રી મહાવીરજી કાંદરોલી ગામના, હિડન, કરોલી રાજસ્થાન)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. જયારે સહ આરોપી વિશેષ શ્રીધર ગુજજર નાસી છુટ્યો હતો. આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.