
ગોધરા, ગોધરા શહેરમાં ફલાયઓવર બ્રિજના નિર્માણ કાર્ય માટે વાહનો થી સતત ધમધમતા હાર્દસમા એવા પેટ્રોલ પંપથી ગાંધી ચોક સુધી વાહન ચાલકો માટે આપવામાં આવેલા ડાયવર્ઝન રોડ ઉપર વધુ એક ભુવાજેવો જીવલેણ ખાડો પડતા વાહન ચાલકો ગભરાટની લાગણી છવાઈ ગઈ છે અને ભુવામા પડે તો જવાબદારી કોની તે પણ સવાલ આમ જનતામા થઈ રહ્યો છે. ત્યારે આ મામલે સમારકારમ કરવામા આવે તેવી માંગ ઉઠવા પામી છે.
ગોધરામાં ભુરાવાવ બ્રીજથી પ્રભારોડ સુધી ફલાય ઓવર બ્રીજ નિર્માણ કાર્યમાં ટ્રાફિક સમસ્યાઓને દૂર કરવા માટે પેટ્રોલ પંપથી ગાંધી ચોક સુધી વાહનચાલકોની માટે નીચેના માર્ગ ઉપર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને આ જાહેર માર્ગ ઉપર આજે વધુ એક ભુવા જેવો ઊંડો ખાડો પડતા વાહનચાલક સહિત રાહદારીઓને પડવાની સાથે સતત અકસ્માતનો ભય પણ સતાય રહ્યો છે અને વરસાદી પાણી અને ગટર લાઈન ઉપર આવેલા આ ડાયવર્ઝન માર્ગની સત્વરે મરામત કરવામાં આવે એવી લાગણીઓ સતત અવર જવર કરતા વાહન ચાલકોમાં ઊભી થવા પામી છે.