ગોધરા,
ગોધરા -દાહોદ હાઈવે રોડ ઉપર મોડી રાત્રીના સમયે ત્રણ યુવાનો મોટર સાયકલ ઉપર આંટો મારવા નિકળ્યા હતા. ત્યારે પુરઝડપે આવતી કારના ચાલકે બાઈકને અડફેટમાં લેતાં બાઈક સવાર ત્રણ યુવાનોને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામંંા આવ્યા હતા. સમયસર હોસ્પિટલમાં નહિ પહોંચતા ઈજાગ્રસ્ત ત્રણ યુવાનોના મોત નિપજાવા પામ્યા હતા. ત્રણ યુવાનોના અકસ્માતની મોતની ધટનાને લઈ પરિવારજનોમાં માતમ છવાયો હતો.
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગોધરા-દાહોદ હાઈવે રોડ ઉપર મોડી રાત્રીના સમયે નવા બહારપુરા વિસ્તારમાં રહેતા ત્રણ યુવાનો પોતાની મોટર સાયકલ લઈને આંટા મારવા માટે પરવડી બાયપાસ તરફ નિકળ્યા હતા. દરમ્યાન પુરઝડપે આવતી કારના ચાલકે બાઈકને અડફેટમાં લેતાં બાઇક સવાર યુવાનો હવામાં ફંગોળાઈ ને પડતાં શરીરે ગંંભીર ઈજાઓ પહોંચી હતી. રાત્રીનો સમય હોવાથી અકસ્માતમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવા માટે જાણ એમ્બયુલન્સ લેટ થઈ હતી. ધટના સ્થળે પહોંચેલ એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્ત યુવાનોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સમયસર સારવાર નહિ મળતાં ત્રણ યુવાનો સમીર મોહમંદ શેખ, ફિરોજખાન ઈનાયતખાન પઠાણ, ઝાહિર મજીદભાઈ શેખ (તમામ રહે.નવા બહારપુરા)ના મોત નિપજાવા પામ્યા હતા. ગોધરાના નવા બહારપુરા વિસ્તારના ત્રણ યુવાનોના અકસ્માતમાં મોત થયાની જાણ થતાં પરિવારજનો હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. સાથે પરિવારજનો કાર ચાલકને ઝડપી પાડવાની માંંગ સાથે જીલ્લા કલેકટર કચેરી પહોંચ્યા હતા. પોલીસની સમજાવટ અને કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી.