- દામાવાવ તરફથી આવતી ટ્રક પલ્ટી સદ્દનસીબે જાનહાનિ ટળી.
ગોધરા,ગોધરા-દે.બારીયા હાઈવે રોડ ઉપર છારીયા ગામ પાસે દામાવાવ તરફથી પુરઝડપે આવતી ટ્રકના ચાલકે સ્ટીયરીંગ ઉપરના કાબુ ગુમાવી દેતાં પલ્ટી મારી ગઈ હતી. અવારનવાર છારીયા પાસે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યાર પ્રા.શાળા આશાપુરી ડેરી પાસે બમ્5 મુકવાની માંગ ઉઠવા પામી છે.
ગોધરા-દે.બારીયા હાઈવે રોડ ઉપરથી અનેક ભારદ્વારી વાહનો ટોલ ટેકસ બચાવવા માટે આ રસ્તાનો ઉ5યોગ કરતા હોય જેને લઈ અવારનવાર અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. આજરોજ છારીયા ગામ પાસે દામાવાવ તરફથી પુરઝડપે આવતી ટ્રકના ચાલકે પોતાની ટ્રકના સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા રોડ સાઈડમાં ટ્રક પલ્ટી મારી ગઈ હતી. અવારનવાર અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે છારીયા ગામે પ્રા.શાળા, ભારત પેટ્રોલીયમ અને આશાપુરી ડેરી પાસે રોડ ઉપર બમ્પ મુકવામાં આવે તો શાળાના નજીકથી પસાર થતાંં વાહનોની ગતિ ધીમી થાય અને ભવિષ્યમાં કોઈ અકસ્માતની ધટનામાં જીવ ગુમાવતા બચી શકે છે. ત્યારે ગ્રામજનો દ્વારા બમ્પ મુકવાની માંગ ઉઠવા પામી છે.