ગોધરા, ગોધરામાં કોર્ટ સંકુલમાં નવીન ફેમિલી કોર્ટ બિલ્ડિંગની બાંધકામની સાઈટ પરથી અજાણ્યા ઈસમો 125 સેન્ટિંગની પ્લેટો ચોરી કરી લઈ જતાં ગોધરા શહેર બી-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.
ગોધરા શહેરના કોર્ટ સંકુલમાં નવીન ફેમિલી કોર્ટ બિલ્ડિંગની બાંધકામની કામગીરી માટે કમ્પાઉન્ડમાં સેન્ટિંગની પ્લેટો મુકી રાખી હતી ત્યારે કોઈ અજાણ્યા ચોર ઈસમ કમ્પાઉન્ડમાંથી સેન્ટિંગની રૂ.1,25,000ની કિંમતની 125 પ્લેટો ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. જેથી વિમલભાઈ લાલજીભાઈ રાંકએ ગોધરા બી-ડીવીઝનમાં પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.