ગોધરા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ ગુનામાં 6 આરોપીઓના જામીન મેળવવા માટે કોર્ટમાં બનાવટી દસ્તાવેજો રજુ કરનાર જામીન બનનાર ઈસમ વિરૂદ્ધ ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
ગોધરા તાલુકાના પોલીસ મથકમાં ચોરી અને ધાડ અંગેના 6 આરોપી સામે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે તપાસ કરી આરોપીઓની અટકાયત કરીને કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જે કેશ ગોધરા કોર્ટમાં પડતર છે. આ કોર્ટમાં હરિયાણાના આરોપીઓ સલ્લાખાન શેરમહમોં મેવ, શાકીરખાન રહેમુદ્દીન મેવ, મહમંદ અશરદ ઉર્ફે સોનુઅલી મહમંદદ કેવ, નફીસ અબ્દુલ રહીમ કુરેશી, સમવદીન સમશુદ્દીન મેવના કોર્ટમાં જામીનદાર તરીકે ગોધરા સિદ્દીક મોહમંદ સઈદ કડકીએ આરોપી દીઠ 20 હજારના 2016ના વર્ષમાં જામીન આપીને જામીનદાર રોકયા હતા.
જામીનદાર દ્વારા બનાવટી દસ્તાવેજો રજુ કરી આરોપીઓને જામીન મુકત કરાવ્યા છે. તેવી અરજીની તપાસ સેશન્સ કોર્ટ દ્વારા કરાવવામાં આવી હતી. તપાસમાં રજુ કરેલ 7/12માં સર્વે નંબર રેવન્યુ રેકર્ડમાં કોઇ જગ્યાએ ઉપલબ્ધ નથી અને આ સર્વે નંબરવાળી જમીનના કબ્જેદાર અન્ય વ્યકિત છે.
જેથી જામીનદાર સીદ્દીક કડકી એ કોર્ટ સાથે છેતરપિંડી કરતાં કોર્ટ હુકમ કરી જામીનદારે આરોપીઓના મેળાપીપણામાં આરોપીઓના જામીન રજુ કરવા ખોટા બનાવટી દસ્તાવેજો ઉભા કરેલ હોવાની ફરિયાદ દાખલ કરવાના હુકમ કર્યો હતો. આ બાબતે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે જામીનદાર અને જામીન ઉપર મુકત થયેલ 6 ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવા પામી છે.