ગોધરા કોર્ટ ચેક રીર્ટન કેસના આરોપીને નિર્દોષ છોડવાનો હુકમ કર્યો

ગોધરા, ગોધરાના ગુરૂકૃપા ટ્રેકટર્સના પ્રોપરાઈટર સામે નોંધાયેલ 138 ચેક રીર્ટનની ફરિયાદમાં કોર્ટ દ્વારા ફરિયાદ ડીસમીસ કરી આરોપીને નિર્દોષ છોડવાનો હુકમ કર્યો.

ગોધરાના સ્મિતાબેન કમલેશકુમાર શાહ દ્વારા ગુરૂકૃપા ટ્રેકટર્સના પ્રોપરાઈટર વિજયભાઇ જયંંતિભાઈ પટેલ સામે 138 ચેક રીર્ટન ફરિયાદ નોંધાવામાં આવી હતી. ચેક રીર્ટનમાં 20 લાખ ફરિયાદ કરેલ હતી. આજરોજ કે.એસ.મોદીની કોર્ટમાં ચાલી જતાં બચાવ પક્ષના મિહિર પુરાણીની દલીલો અને પુરાવાને માન્ય રાખી જે ફરિયાદીની ફરિયાદ ડીસમીસ કરી વિજયભાઈને નિર્દોષ છોડવાનો હુકમ કરવામાં આવ્યો.