વેચાઈ જાય તેવો ઉમેદવાર નહી ચાલે તેવા સૂત્રો સાથેના બેનરો ગોધરા શહેરના વિસ્તારોમાં કોંગ્રેસ ના પૂર્વ ઉમેદવાર રાજેન્દ્ર પરમારના વિરોધમાં લગાવમાં આવ્યા.

પંચમહાલ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે ની રાજકીય પક્ષોની સંભવિત ઉમેદવારોને લઈ ને રાજકારણ ઘરમાં આવ્યું છે ત્યારે ગોધરા વિધાનસભા કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર રાજેન્દ્ર પરમાર ના વિરોધમાં બેનરો શહેરમાં વિવિધ સ્થળોએ લગાવાયા છે રાજેન્દ્ર પરમાર ની વિરોધ સાથે બેનરો કેમ કોને અને કોના દ્વારા લગાવવામાં આવ્યા તેની જાણકારી મળતી નથી પરંતુ વિધાનસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા કોંગ્રેસમાં ખળભળાટ શરૂ થાત પામ્યો છે.

જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે સેન્સ લેવામાં આવ્યા છે તમામ પાંચ વિધાનસભા બેઠકો ઉપર 56 જેટલા ઉમેદવારો વિવિધ બેઠકો ઉપરથી પોતા ની દાવેદારીઓ નોંધાવી છે ટૂંક સમયમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા ઉમેદવારોને લઈ જાહેરાત કરાશે તેવી માહિતી સામે આવી રહી છે તે પહેલા ગોધરા વિધાનસભા બેઠક માટે ના દાવેદાર ઉમેદવારોની ચર્ચા થાય તે પહેલા ગોધરા કોંગ્રેસ પાર્ટી ના પૂર્વ ઉમેદવાર રાજેન્દ્ર પરમાર ને લઇ અત્યારથી જ વિરોધ સાથેના શહેરમાં બેનરો લગાવવામાં આવ્યા છે બેનરોમાં વેચાઈ જાય તેવો ઉમેદવાર નહીં ચાલે રાજેન્દ્રસિંહ પરમાર નહીં ચાલે તેવા સૂત્રનો પણ ઉલ્લેખ કરાયો છે 1985 થી 2017 સુધી વિધાનસભાની ચૂંટણીમાં હાર્યા છે તેવા સૂત્રો સાથેના બેનરો ગોધરા શહેરમાં લગાવવામાં આવેલ છે.