- અર્શ ટ્રેડર્સના ખોટા નામથી ગોધરાની કાલુ એન્ટરપ્રાઈઝમાંથી કેમિકલ મંગવવામાં આવ્યું હતું.
- આ કેમિકલ અર્શ ટ્રેડર્સ ખોટા બિલ સહિતના દસ્તાવેજો મારફતે મંગાવાયું હતું.
- ભરૂચ એસઓજી પોલીસે રૂ.૧,૭૪,૬૦૦નો જથ્થો જપ્ત કર્યો હતો.
- કાલુ એન્ટરપ્રાઈઝ તથા આ ગુનામાં સંડોવાયેલા સામે ફરિયાદ નોંધાવા જીઆઈડીસી પોલીસે વધુ તપાસ શરૂ કરી.
- યુવાધનને ડ્રગની ચુંગાલમાં હોમાતા આર્થિક અને શારીરિક પાયમાલ.
- પલસ્પર્શી તપાસ થાય તો અનેક માથાઓના પર્દાફાશ થાય.
ગોધરા,
અંકલેશ્ર્વરની જામનગર ટ્રાન્સપોર્ટ કંપનીમાં ગોધરાના કાલુ એન્ટપ્રાઈઝ માંંથી એમડી ડ્રગ બનાવવામાં વપરાતા શંકાસ્પદ રો મટીરીયલનો જથ્થો ભરૂચ એસ.ઓ.જી. પોલીસે ઝડપી લીધો હતો. આ કેમિકલ અર્શ ટ્રેડર્સ ખોટા બિલ સહિતના દસ્તાવેજો મારફતે મંગાવ્યું હતું. પોલીસ કુલ રૂ .૧,૭૪,૬૦૦નો મુદ્દામાલ જપ્ત કરી કાલુ એન્ટરપ્રાઈઝ તેમજ આ ગુનામાં સંડોવાયેલા તમામ સામે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ઘરી હતી.
આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યાનુસાર ભરૂચ એસ.ઓ.જી. પોલીસે બાતમીના આધારે અંકલેશ્ર્વર જીઆઈડીસીના જામનગર ટ્રાન્સપોર્ટમાં તપાસ હાથ ધરી હતી. જેમાં કાલુ એન્ટરપ્રાઈઝ (૨૪, મદીના સોસાયટી, ગોધરા, પંચમહાલ) માંથી એમડી ડ્રગ બનાવવા વપરાતા શંકાસ્પદ રો મટીરીયલનો જથ્થો મળી આવ્યો હતો. જે અંંગે પોલીસે ઊંડી તપાસ કરવા આ કેમિકલનો જથ્થો અર્શ ટે્રડર્સ (અંકલેશ્ર્વર) મંગાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે કાલુ એન્ટરપ્રાઇઝના જીએસટી સહિતના ડોકયુમેન્ટની તપાસ કરતા તેનો જીએસટી નંબર જુલાઈ માસમાંં કેન્સલ થઈ ગયો હોવાનંું માલુમ પડયું હતું. જ્યારે કેમિકલનો જથ્થો મંગાવનાર અર્શ ટ્રેડર નામની કોઈજ કંપની અંકલેશ્ર્વરમાં નહી હોવાનું તેમજ તેના બિલમાં દર્શાવવામાં આવેલ જીએસટી નંબર સહિતની માહિતી ખોટી હોવાની હકીકત બહાર આવી હતી. હાલ પોલીસે પ્લાસ્ટીકના અને લોખંડના મળીને ૨૧ ડ્રગ રૂ.૧,૭૪,૬૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને કાલુ એન્ટરપ્રાઇઝ તેમજ આ ગુનામાં સંડોવાયેલા તમામ સામે ફરિયાદ નોંધાવા જીઆઈડીસી પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી. અત્રે નોંધનીય છે કે ડ્રગ્સ જેવો નશીલી પદાર્થ ગણાય છે. આ ડ્રગ મારફતે જીવલેણ દ્રવ્ય બનાવટમાં ઉપયોગ લેવાય છે. તેના આધારે એક નાર્કોટીકસ પદાર્થના સ્વરૂપ બનાવાય છે. આ ડ્રગનો ઉપયોગ ઘણા સમયથી આ વિસ્તારમાં થઈ રહ્યો છે. ખાસને યુવાનો પણ આવી નશીલા પદાર્થના ચુંગાલમાં સપડાઈને બંધાણી બની રહ્યા છે. નિત નવા નવા યુવા ગ્રાહકો વિસ્તારમાં કુદકેને ભૂસકે વધી રહ્યા છે. અને સખ્ત સેવનના કારણે આર્થિક તથા શારીરિક રીતે માયપાલ બની ગયા છે. જો આ વિસ્તારમાં આ ડ્રગનું વેચાણ બંધ નહીં થાય તો આગામી સમયમાં ઘણાને નુકશાનપ્રદ બનવાની ભીતિ છે. અંકલેશ્ર્વરમાં એમડી ડ્રગ બનાવવા વપરાતંું શંકાસ્પદ રો મટીરીયલનું કનેકશન ગોધરા સાથે હોવાનું ખુલ્લું છે. જોકે ગોધરામાં પણ આ પ્રકારનું શંકાસ્પદ રોમટીરીયલ બનતું હોવાનું કહેવાય છે. ત્યારે કેટલાક સમયથી ખરેખર કાયદેસર હતું કે, કેમ તેની તપાસ માંગી લેતો વિષય છે. હાલમાં અંકલેશ્ર્વર જીઆઈડીસી પોલીસે ગુન્હો નોંધ્યો છે. ત્યારે સંપૂર્ણ કેસમાં સંડોવાયેલાઓનો પર્દાફાશ થાય તે જરૂરી છે. જો આ વિસ્તારમાં એમડી ડ્રગનો બનાવટ બાદ વેચાણ થતું હોય તો પણ આ રેકેટમાં સામેલ વેપારી લોબી તથા ફોલ્ડરીયાઓને પણ ઉધાડો પાડવામાં આવે તો જ આ કેસને ન્યાય મળે તેમ લાગી રહ્યંું છે. એટલું જ નહિ ગોધરાના પણ સંડોવાયેલાના માંથાઓને ખુલ્લા પાડવામાં આવે તો ચેઈનનો પર્દાફાશ થાય તે જરૂરી છે.