ગોધરા,
શહેરા તાલુકાના ભુરખલ ગામે આદિવાસી સમાજના વ્યકિત ઉપર ભરવાડ સમાજના વ્યકિત દ્વારા હુમલો કર્યો હતો. આદિવાસી સમાજના વ્યકિત ઉપર થયેલ હુમલાના બનાવમાં કાર્યવાહી કરવા માટે જીલ્લા કલેકટર કચેરી ખાતે રેલી સ્વરૂપે આદિવાસી સમાજ પહોંચી જીલ્લા કલેકટરે આવેદન ન સ્વીકારવામાં આવતાં કલેકટર કચેરીએ ધરણા ઉપર ઉતર્યા હતા. આજરોજ જીલ્લા કલેકટર દ્વારા કલેકટરે આવેદન સ્વીકારી કાર્યવાહીની ખાતરી સાથે નાયબ પોલીસવડાએ મારામારીના કિસ્સામાં કાર્યવાહી કરવાની ખાતરી અપાઈ હતી.
શહેરા તાલુકાના ભુરખલ ગામે આદિવાસી સમાજના દંપતિ ઉ5ર ભરવાડ સમાજના ઈસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ભુરખલ ગામે ગર્ભવતી મહિલા અને પતિ ઉપર હુમલાના કિસ્સામાં ઇસમો સામે શહેરા પોલીસ દ્વારા કાર્યવાહી નહિ કરતા આદિવાસી સમાજના લોકો ગોધરા જીલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન આપવા માટે પહોંચ્યા હતા અને જીલ્લા કલેકટરને આવેદન લેવાનો આગ્રહ સાથે કલેકટર કચેરીમાં ચકકાજામ કર્યા હતા અને જીલ્લા કલેકટર દ્વારા આદિવાસી સમાજના લોકોની પીડા નહિ સમજી આવેદન નહી લેતા જીલ્લા કલેકટર કચેરી બહાર ધરણાં ઉપર બેઠા હતા. આખરે ત્રીજા દિવસે પંચમહાલ જીલ્લા કલેકટર દ્વારા આદિવાસી સમાજના લોકોનું આવેદનપત્ર સ્વીકારીને કાર્યવાહીની ખાતરી આપી હતી. સાથે જીલ્લા નાયબ પોલીસવડા એ આદિવાસી સમાજના આગેવાનોને મારામારીના કિસ્સામાં ઈસમો સામે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપવામાં આવી છે. તેમ છતાં આદિવાસી સમાજના લોકોએ આંદોલન હજી ચાલુ રાખ્યું છે.