ગોધરામાં CM રૂપાણી આપ્યું નિવેદન : હિન્દુઓની દીકરીઓ ઉઠાવી જાય તે નહીં ચલાવી લેવાય

પંચમહાલમાં ગોધરામાં ચૂંટણી સભા સંબધોતા CM રૂપાણીએ કોંગ્રેસને આડેહાથ લીધી હતી.

  • મુસ્લિમ સમુદાય પણ કોંગ્રેસને ઓળખી ગયા છેઃ રૂપાણી
  • અમદાવાદમાં ઓવૈસીએ 7 સીટ જીતી છેઃ રૂપાણી
  • કોંગ્રેસે રાજકારણ કર્યું લોકોની સેવા નથી કરીઃ રૂપાણી

મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાઈ ગઈ અને તેમાં ભાજપનો ભગવો લહેરાઈ પણ ગયો. કોંગ્રેસને કારમી હાર સાંપડી પણ એક પાર્ટી ધીમાં પગલે વિપરક્ષની દાવેદારી તરફ આગળ વધી રહી છે જે આમ આદમી પાર્ટી છે. 

કોંગ્રેસના સફાયાનું મતદાન છે

પંચમહાલમાં ભાજપનો ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે કોરોનાને મહાત આપીને CM રૂપાણી ફરીથી ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. ગોધરામાં CM રૂપાણીની ચૂંટણી સભા યોજાઈ હતી જેમાં CM રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ સત્તા માટે લાયક નથી. કોંગ્રેસ વિરોધપક્ષ માટે પણ લાયક નથી. લોકોએ ગોતી ગોતીને સફાયો કર્યો છે. 28મી નું મતદાન કોંગ્રેસના સફાયાનું મતદાન છે

અમદાવાદમાં ઓવૈસીએ 7 સીટ જીતી

મુસલમાનો પણ કોંગ્રેસને ઓળખી ગયા છે. અમદાવાદમાં ઓવૈસીએ 7 સીટ જીતી છે. કોંગ્રેસે રાજકારણ કર્યું લોકોની સેવા નથી કરી. પડોશમાં કોંગ્રેસનું રાજ છે. ત્યા 50 હજાર લોકો મૃત્યુ પામ્યા છે. કોંગ્રેસ લોકોને સૂફીયાણી સલાહ ન આપે તે જ સારૂ છે. 

મોદીના નામે સ્ટેડિયમ થાય કોંગ્રેસ સવાલો કરે છે

રાજ્યોમાંથી ગુજરાતીઓની એક ટ્રેન ભરીને આવી નથી ત્યારે મોદીના નામે સ્ટેડિયમ થાય કોંગ્રેસ સવાલો કરે છે. જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધીના નામે કટેલા સ્ટેડિયમ છે જ તો કયા મોઢે કોંગ્રેસ વિરોધ કરે છે. 

કોઈ પણ હિન્દુઓની દીકરીઓ ઉઠાવી જાય તે નહીં ચલાવી લેવાય. લવજેહાદના કાયદાથી હિન્દુ બહેન-દીકરીઓની સુરક્ષા વધશે. ભૂમાફિયાઓ સામે 130 કેસમાં કાર્યવાહી શરૂ કરાઈ છે. ગુંડા એક્ટ દ્વારા પણ લોકોની સુરક્ષાનું ધ્યાન રખાઈ રહ્યુ છે.