ગોધરા સિવિલ હોસ્પિટલમાં વોર્ડ દીઠ પંંખાની વ્યવસ્થા વધારવા સર્વે સમાજ સેના દ્વારા સિવિલ સર્જનને આવેદન

ગોધરા શહેરમાં એકમાત્ર સિવિલ હોસ્પિટલ આવેલી છે જ્યાં પંચમહાલ મહીસાગર અને દાહોદ જીલ્લા અંતરિયાળ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સારવાર અર્થે આવે છે. ત્યારે દરેક હોસ્પિટલમાં વોર્ડ દીઠ પંખાની સંખ્યા વધારવા માટે ગોધરાના સિવિલ સર્જનને સર્વ સમાજ સેના પંચમહાલ ટીમ દ્વારા લેખિતમાં આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

હાલમાં સમગ્ર ગુજરાત સહિત જીલ્લામાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ત્યારે ગોધરા શહેરમાં એકમાત્ર સિવિલ હોસ્પિટલમાં પંચમહાલ મહીસાગર દાહોદ જીલ્લાના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો દૂર દૂરથી સારવાર અર્થે હોસ્પિટલમાં આવે છે. ત્યારે હોસ્પિટલની અંદર અપૂરતા પંખાઓની સુવિધાઓના લીધે દર્દીઓને પરસેવે રેબઝેબ થવું પડે છે અને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હોસ્પિટલના દરેક વોર્ડ દીઠ પંખાની સંખ્યા વધારવા માટે પંચમહાલ જીલ્લાના સર્વ સમાજ સેના દ્વારા સિવિલ સર્જનને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

ગોધરા સિવિલ હોસ્પિટલમાં વચ્ચેની લાઈનમાં દર્દીઓ માટે જે બેડ મૂકવામાં આવ્યા છે. ત્યાં વચ્ચેની લાઈન મા કોઈપણ પ્રકારના સીલીંગ ફેન કે ટેબલ ફેન ની વ્યવસ્થા કરવામાં આવી નથી. જેના કારણે આ કાળજાળ ગરમીમાં દર્દીઓ અને સગા સંબંધીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે અને જો કોઈ જુના પંખા હોય ધીમી ગતિએ ફરતા હોય કે બંધ હાલતમાં હોય તેને પણ બદલવામાં આવે અને તાત્કાલિક ધોરણે વચ્ચેની લાઈનમાં નવા સીલીંગ ફેન અથવા તો ટેબલ ફેનની વ્યવસ્થા કરવામાં આવે અને જો આ વ્યવસ્થા કરવામાં લાંબો સમય લાગે તેમ હોય તો તાત્કાલિક ધોરણે ભાડે ટેબલ ફેન અથવા તો કુલરની વ્યવસ્થા કરવામાં આવે જેથી કરીને દર્દીઓને તેમજ સગા સબંધીને આ કાળજાળ ગરમીના સમયમાં રાહત મળી રહે તે માટે સિવિલ સર્જન ને રજૂઆત કરાઈ હતી.