ગોધરા સિવિલ હોસ્પિટલ પાસે મારૂતિ વાનોનો જમાવડો તંત્ર લગામ કસવામાંના કામ CCTV કેમેરા બન્યા શોભના ગાંઠિયા સમાન

પંચમહાલ જીલ્લાના પાટનગર ગોધરામાં આવેલ ગોધરા સિવિલ હોસ્પિટલ પાસેના ગોધરા હાલોલ મુખ્ય માર્ગ રોડ ઉપર મારૂતિ વાનોનો જમાવડો મારૂતિ વાનના ચાલકો દ્વારા મારૂતિ સ્ટેન્ડ બનાવી દીધું હોવાનું નળી આંખે દેખાય રહયું છે. જેના કારણે ટ્રાફિક ની સમસ્યા ભયંકર દેખાય રહી છે, તો બીજી તરફ તંત્ર દ્વારા કોઈ નકકર કાર્યવાહી કરવામાં ન આવતી હોવાથી મારૂતિ વાનોને પેસેન્જરો ભરવા માટેનો પરવાનો આપી દીધો હોય તેમ લાગી રહયું છે.

જેના કારણે આખો દિવસ ટ્રાફિક સમસ્યા નો પ્રશ્ર્ન ઉતપન્ન થય રહયો છે. ત્યારે તંત્ર દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ રોકવા તેમજ વાહનોના ઓનલાઈન ચલણ બનાવવા તેમજ ટ્રાફિક સમસ્યા માટે રોડ વચ્ચે મુકેલ પોલ ઉપર કેમેરામાં કેમ કેદ થતા નથી કે પછી સામન્ય વાહનોના ઓનલાઈન મેમાં બનાવવા માટે કેમેરા મુકવામાં આવ્યા હોવાનું લાગી રહયું છે.

પાટનગરની ગોધરા સિવિલ હોસ્પિટલમાં અસંખ્યા બંધ ઇમરજન્સી એમ્બ્યુલન્સ તેમજ અનેક બીમાર દર્દી શહેર તેમજ અન્ય શહેરો અને ગામડા માંથી સારવાર અર્થે આવતા હોય છે, તેઓને પણ ગોધર સિવિલ હોસ્પિટલમાં પ્રવેશ વામાં ઘણી મુશ્કેલીઓ વેઠવી પડે છે. ગોધરા હાલોલ રોડ ઉપર અસંખ્યા બંધ પેસેન્જરો માં દોડતા વાહનો કોની શરમ સાહે દોડી રહયા છે. જેથી ગોધરા સિવિલ હોસ્પિટલ પાસે જાહેર માર્ગ ઉપર મુકતા વાહનો ઉપર તંત્ર દ્વારા કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરશે તે આવનારો સમયજ બતાવશે.