ગોધરા હોસ્પિટલમાંં રીસેપ્સનીસ્ટ યુવતિએ સારવાર માટેના આવતા નાણાં અંગત કામે વાપરી નાખતા એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ

ગોધરા શહેર ભુરાવાવ વિસ્તારના પાર્વતી નગર ખાતે આવેલ હોસ્પિટલમાં રીસેપ્સનીસ્ટ તરીકે નોકરી કરતી યુવતિએ ર્ડાકટરની જાણ બહાર લાખો રૂપીયાની ઉચાપત કરી પોતાના અંગત કામ માટે લાખો રૂપીયા વાપરી નાખ્યા હતા. આ બાબતે હોસ્પિટલના ર્ડાકટર દ્વારા ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે યુવતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ગોધરાના પાર્વતી નગર ખાતે આવેલ બાળકોની હોસ્પિટલમાં યુવતિ રીસેપ્સનીસ્ટ તરીકે નોકરી કરતી હતી. યુવતિ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા પેશન્ટો પાસેથી લેવાની થતી તપાસ ફી અને સારવાર ફીના નાણાં કેશ તથા ઓનલાઈન લેતી હતી. આથી ર્ડાકટરે પણ રીસેપ્સનીસ્ટ તરીકે નોકરી કરતી યુવતિ કર્મચારી હોવાને લઈ પુરેપુરો વિશ્વાસ રાખ્યો હતો પરંતુ યુવતિ સમયાંતરે પેશન્ટો પાસેથી નાણાં રોકડમાં મેળવી લઈ અને ર્ડાકટરને હિસાબ આપતી વખતે ઓનલાઈન પે કરેલ છે. તેમ જણાવી અમુક પેશન્ટના સારવારના નાણાં પોતાના એકાઉન્ટમાંં ટ્રાન્સફર કરી લઈ અને રૂા.8,96,000/-પોતાના અંંગત કામે વાપરી નાખ્યા હતા.

જ્યારે આ પૈકીના 90,000/-રૂપીયા યુવતિના માતા-પિતાએ ર્ડાકટરને ચુકવીને બાકીના રૂા.8,09,600/-ની કાયમી ઉચાપત કરી હતી. આથી ર્ડાકટર નિરવ પી.હમીરાણીએ ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ આપી છે. તેમાં ર્ડાકટર દ્વારા જણાવાયું છે કે, તેમની હોસ્પિટલમાં રીસેપ્સનીસ્ટ તરીકે કીંજલ રાજુભાઇ બારીયા (રહે. રાવત ફળીયું, છબનપુર) છેલ્લા 1 વર્ષથી હોસ્પિટલમાં નોકરી કરે છે.

તેના ઉપર વિશ્વાસ રાખીને હોસ્પિટલનો હિસાબ-કિતાબ તેને સોંપ્યો હતો. આથી રીસેપ્સનીસ્ટ કિંજલબેન પેશન્ટ પાસેથી ફી ના મેળવેલ પૈસા રોકડ લઈને સાંજે હિસાબ આપતી વખતે રોકડ નાણાં એકાઉન્ટમાં ઓનલાઈન ટ્રાન્સફર કર્યા છે. તેમ જણાવતી હતી. જેથી ર્ડાકટર વિશ્વાસ રાખીને એકાઉન્ટ તપાસતા ન હતા પરંતુ છેલ્લા એક મહિનામાં મારી હોસ્પિટલ ઉપર આવેલ પેશન્ટ તથા તેઓની પાસેથી વસુલ કરેલ નાણાંમા વિસંગતા જણાઈ હતી. જેને લઈ ર્ડાકટર દ્વારા તેમના બેન્ક એકાઉન્ટોની તપાસ કરી હતી.

જેમાં નાણાં સંબંધી રકમની તપાસ કરતા કિંજલબેન એ મને ઓનલાઈન પેમેન્ટની હકીકત જણાવેલ જેમાં ટ્રાન્જેકશનોમાં અમુક નાણાં અમારા એકાઉન્ટમાં નહિ આપ્યા હોવાનું જણાયું હતું. જેને લઈ કિંંજલબેનનું બેન્ક સ્ટેટમેન્ટ મંગાવ્યુંં હતું. જેમાંં કિંજલબેન એ તા. 01/01/2024 થી તા.15/08/2024 દરમિયાન આશરે રૂા.8,96,600/- પોતાના અંગત કામ માટે વપારી નાખેલ હોવાનું જણાવ્યું હતું અને તા.16/08/2024ના રોજ કિંજલબેનના માતા-પિતા હોસ્પિટલમાં આવ્યા હતા અને કિંજલથી થયેલ ભુલ સ્વીકારેલ અને વાપરી નાખેલ નાણાં 10દિવસમાંં આપી દેવાની ખાતરી આપી હતી.

જેમાંથી 90 હજાર રૂપીયા રોકડા આપ્યા હતા. બાકીના પછી આપવાનુંં કરેલ હતુંં. 10 દિવસનો સમય પુરો થતાં કિંજલના માતા-પિતાને બાકીના પૈસા બાબતે વાત કરતાં તેઓ મેં કોઈ પૈસા લીધા નથી કે આપવાના નથી. ર્ડાકટર અમારી પાસે પૈસાની માંગણી કરશો તો અમે અમારી છોકરીની છેડતી, બળાત્કારની ફરિયાદ કરીશુંં અને અમારી ઉપર પૈસાનુંં દબાણ કરશો તો અમે અથવા અમારી છોકરી ર્ડાકટરનું નામ લખી આત્મહત્યા કરી લઈશું અને કેસમાં ફસાવી દઈશું. તેવી ધમકી આપતાં આખરે ર્ડાકટર નિરવ હમીરાણીએ રીસેપ્સનીસ્ટ કિંજલ બારીયા વિરૂદ્ધ ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ કાર્યવાહી શરૂ કરી છે.