અઘતન જીવનશૈલીને કારણે સ્ટ્રેટ મહદ્અંશે પ્રત્યેક વ્યકિતના જીવનનો હિસ્સો બની ચુકયો છે. સ્ટ્રેસને કારણે હાઈપર ટેન્શનના દર્દીઓ પણ સતત વધી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હૃદય રોગના હુમલાના કેસો વધારે જોવા મળ્યા છે. અને તેમાં પણ મોટાભાગના કેસમાં હાઈપર ટેન્શન જવાબદાર રહ્યુ છે. ડોકટરોના મતે કોરોના બાદ નોકરી, વ્યવસાયને લગતી સમસ્યામાં વધારો થતાં હાઈપર ટેન્શનના દર્દીઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે જિલ્લાભરમાં હાઈપર ટેન્શન અને ડાયાબીટીસના હાલ ચોૈંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે.
પંચમહાલ જિલ્લા સહિત ગોધરામાં આરોગ્ય વિભાગ દ્વારા પાછલા ચાર માસમાં 2,13,550 લોકોનુ સ્કેનિંગ કરવામાં આવ્યુ છે. જેમાં 30 વર્ષની વયના યુવાનો હાઈપર ટેન્શન 25000 દર્દીઓનુ નિદાન કરવામાં આવ્યુ છે. સાથે સાથે 4 માસમાં ડાયાબિટીસના દર્દીઓમાં પણ વધારો થવા પામેલ છે. ડાયાબીટીસના કુલ 14000 દર્દીઓનુ નિદાન અત્યાર સુધી કરવામાં આવ્યુ છે. આ બંને રોગ હવે ધીરે ધીરે શહેરો સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પ્રસરી રહ્યો છે.
જિલ્લામાં હાલ હાઈપર ટેન્શન અને ડાયાબીટીસના દર્દીઓ ખાનગી દવાખાનામાં સારવાર લઈ રહ્યા છે. સરકારી આંકડા સાથે ખાનગીમાં સારવાર લેતા દર્દીઓની સંખ્યા જોડવામાં આવે તો આંકડો હજુ વધવાની શકયતાઓ જણાઈ રહી છે. જે ચિંતાનો વિષય બનવા પામેલ છે. ડોકટરો દ્વારા આ બંને બિમારીઓના દર્દીઓ વધવાનુ કારણ જે માટે બદલાતી જીવનશૈલી કારણભુત છે. મેદસ્વીપણુ અને તેની સાથે અન્ય કારણો પણ જણાવ્યા હતા. ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે રોજબરોજ અસંખ્ય દર્દીઓની સારવાર કરવામાં આવે છે.