ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે દાંડિયા રાસના આયોજકોને સી.પી.આર.ની તાલીમ અપાઈ

ગોધરા, નવરાત્રી દરમિયાન ખેલૈયાઓને હૃદય રોગનો હુમલો આવે તો તેવા સમયે તાત્કાલિક સ્થળ પર જ તેમને સારવાર મળી રહે તે માટે પંચમહાલ જીલ્લા કલેકટર આશિષ કુમારના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ સજ્જ રહે તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવશે.

આ સાથે દાંડિયા રાસના આયોજકો પણ ઇમરજન્સી સારવારમાં મદદરૂપ બની શકે તે માટે આજ રોજ ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ કોલેજના એનેસ્થેસિયા અને મેડિસન વિભાગના ઉપક્રમે નવરાત્રીમાં દાંડીયા રાસનું આયોજન કરનાર જુદા જુદા તમામ આયોજકો માટે CPR તાલીમનું આયોજન કરાયું હતું. દાંડીયા રાસ દરમ્યાન દાંડીયાના રસિકોને અચાનક હ્રદયરોગના હુમલા સમયે દર્દીને તાત્કાલિક આપવાના થતાં CPR (CARDIO PULMONARY RESUSCITATION) આપવાની રહેશે. ગરબા આયોજકોએ પોતાની પાસે CPR માટે ટ્રાઈન્ડ પેરા મેડિકલ સ્ટાફ અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા રાખવી અને કોઈપણ વ્યક્તિની તબિયત શંકાસ્પદ લાગે તો તાત્કાલિક આરામ આપવો અને ડોક્ટરની દેખરેખ નીચે સા2વા2 આપવી. અચાનક બેહોશ થયેલ વ્યક્તિનું ધબકારા તપાસીને તરત અસરકારક ઈઙછ આપવું અને તે સાથે હોસ્પિટલમાં દાખલ કરવા ખાસ સાવચેતી રાખવી પડશે.

આ તાલીમનું આયોજન જીલ્લા વહીવટી તંત્ર, મેડિકલ કોલેજ, પંચમહાલ સિવિલ હોસ્પિટલના સી.ડી.એમ.ઓ.મોના પંડ્યા, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી મહેશ ચૌધરી સહિતના અધિકારીઓની હાજરીમાં તાલીમનું આયોજન કરાયું હતું.