
પંચમહાલ જીલ્લા કલેકટર દ્વારા ગોધરાની સિવિલ હોસ્પિટલમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી અને ચેકીંગ દરમિયાન વિવિધ વોર્ડમાં નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા. ગોધરા શહેરમાં પંચમહાલ જીલ્લાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલી જ્યાં મોટી સંખ્યામાં અંતરિયાળ વિસ્તારના ગરીબ અને મધ્યમવર્ગના લોકો સારવાર અર્થે આવતા હોય ત્યારે પંચમહાલ જીલ્લા કલેકટર આશિષ કુમાર દ્વારા ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી. જેમાં સિવિલ હોસ્પિટલના વોર્ડમાં નિરીક્ષણ કરવાની સાથે સિવિલ સત્તાધીશોને જરૂરી સુચનો કર્યા હતા.
ગોધરા શહેરની જીલ્લાની મુખ્ય ગણાતી સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર અર્થે આવતા હોય ત્યારે દર્દીઓની સુરક્ષાને ધ્યાન માં લઈને સાફસફાઈ ની બાબતોને લઈને પણ જીલ્લા કલેકટર દ્વારા સિવિલ સત્તાધીશો ને સુચનો કરવામાં આવ્યા હતા. જેના કારણે સિવિલ હોસ્પિટલ સત્તાધીશો હરકતમાં આવ્યું હતું. જ્યારે બીજી બાજુ સિવિલ હોસ્પિટલ સિવિલ સર્જન દ્વારા તમામ સ્ટાફને બોલાવી સફાઈ જેવી બાબત તકેદારી રાખવા સૂચનાઓ પણ આપવામાં આવી હતી.