
ગોધરા,
પંચમહાલ જીલ્લાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા રેસિડેન્ટ ડોક્ટરોએ બેનરો સાથે દેખાવો કર્યા હતા. ગુજરાતના સીપીએસ ડોક્ટર એસોસિએશન દ્વારા રેસિડેન્ટ ડોક્ટરોની માંગ ના સંતોષાતા દેખાવો યોજવામાં આવ્યા હતા.
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોલેજ ઓફ ફિઝિશિયન એન્ડ સર્જન મુંબઈ દ્વારા સંચાલિત.(c.p.s) ડિપ્લોમા કોર્સ અંતર્ગત કાર્યરત સરકારી ડિસ્ટ્રિક્ટ સબ ડિસ્ટ્રિક્ટ C.H.C.તેમજ પ્રાઇવેટ હોસ્પિટલમાં ફરજ બજાવતા રેસિડેન્ટ ડોક્ટરો નો માસિક સ્ટાયપેન્ડ રૂપિયા ૨૫૦૦૦/-છે. જે અન્ય સરકારી P.G ડિપ્લોમા કોર્સીસ કરતા ઘણો ઓછો છે. P.G ડિપ્લોમા કોર્સીસનો સ્ટાઇપેન્ડ માસિક રૂપિયા ૬૩૦૦૦/-છે. જે અંતર્ગત માંગણીની માંગ. તા ૬/૫/૨૦૨૧.ના રોજ કરી હતી.
જોકે, કોઇ જવાબ ના મળતા ૧૭ મેના દિવસે અનિયમિત સમય માટે હડતાળની ચીમકી પણ ઉચ્ચારી હતી પણ પ્રવર્તમાન સંજોગોમાં વાવાઝોડા અને વરસાદની આગાહીને ધ્યાને રાખી માનવતાવાદી અબિગમ રાખવા હડતાળ મોકૂફ રાખવામાં આવી હતી. આ દરમિયાન પણ ડોક્ટરોની માંગણી સંતોષાઇ નહોતી. ગોધરા, લુણાવાડા અને ઝાલોદના રેસિડેન્ટ ડોક્ટર હાજર રહ્યા હતા અને વધુમાં ડોક્ટરોએ જણાવ્યુ કે, અમારી માંગણી નહી સંતોષાય તો આગામી સમયમાં અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવામાં આવશે.