ગોધરા સિવિલ હોસ્પિટલમાં ધુળ ખાતા સીટી સ્કેન મશીનને કાર્યવંત કરાશે ?

  • કોરોના મહામારીમાં સીટી સ્કેન દર્દીઓ માટે આર્શિવાદરૂપ
  • દાહોદમાં કોરોનાની સમીક્ષા કરવા પહોંચેલ સી.એમ.ની જાહેરાત બાદ ૨૪ કલાકમાં સીટી સ્કેનના મશીનની સુવિધા શરૂ
  • ૨૦૦૭ના વર્ષમાં તત્કાલીન આરોગ્ય મંત્રીના હસ્તે સીટી સ્કેન મશીનનું લોકાર્પણ કરાયું
  • સીટી સ્કેન મશીનની વ્યવસ્થા હોવા છતાં બિનઉપયોગી નિષ્ણાંત બીબની નિમણૂંક કરાશે ખરી

ગોધરા,
કોરોના મહામારીમાં કોરોના સંક્રમણની તપાસ માટે સીટી સ્કેન કરાવવું જરૂરી બને છે. ખાનગી લેબમાં સીટી સ્કેન માટે ૩ હજાર જેટલી ફી આપવી પડતી હોય છે. ગરીબ અને મધ્યમવર્ગના દર્દીને પોસાતી નથી. હાલમાં રાજ્યના મુખ્યમંત્રી દ્વારા દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં સીટી સ્કેન મશનીની જાહેરાતના બીજા દિવસે દર્દીઓને સીટી સ્કેનની સગવડ ઉભી કરી દેવામાં આવી છે. જ્યારે બીજી તરફ પંંચમહાલ જીલ્લા સરકારી હોસ્પિટલમાં સીટી સ્કેન મશીન હોવા છતાં બંધ હાલતમાં હોવાથી દર્દીઓને લાભ લઈ શકતા નથી. તેમા પણ સિવિલ હોસ્પિટલના સત્તાવાળાઓ સીટી સ્કેન મશીન કાર્યવંત થાય તેવા કોઈ પ્રયત્ન કરવામાં આવ્યા નથી. જો ગોધરા સિવિલ હોસ્પિટલમાં સીટી સ્કેન મશીન શરૂ કરવામાં આવે તો કોરોનાકાળમાં ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓને આર્થિક રાહત થાય તેમ છે.

પંચમહાલ જીલ્લા કોરોના મહામારીના પ્રકોપ વધુ જોવા મળી રહ્યો છે. કોરોનાની બીજી લહેર જીલ્લા માટે ધાતક બની છે. કોરોના સંક્રમણના કેસ પ્રતિદિન ખૂબ વધી રહ્યા છે. બીજા સ્ટ્રેનના કોરોના સંક્રમણમાં ફેફસાને ભારે અસર થતી હોય છે. દર્દીઓને ઓકસીજનની કમી જેવી ફરિયાદો વધુ જોવા મળી રહી છે. ત્યારે કોરોના સારવાર માટે કોવિડ હોસ્પિટલમાં દાખલ થતાં દર્દીઓને સીટી સ્કેન કરવાની જરૂરીયાત ઉભી થાય છે. સીટી સ્કેન માટે ખાનગી લેબનો સહારો લેવા પડે છે. ખાનગી લેબમાં સીટી સ્કેન માટે ૩૦૦૦ રૂપીયા જેવી ફી ચુકવવી પડે છે. જેને લઈ દર્દીઓને આર્થિક નુકશાન થઈ રહ્યંું છે. દાહોદ જીલ્લામાં કોરોના મહામારીના પ્રકોપને લઈ રાજ્યના મુખ્યમંત્રી દાહોદની મુલાકાત લઈને કોરોના મહામારીની સમીક્ષા કરીને કોરોનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઝાયડસ હોસ્પિટલમાં સીટી સ્કેન મશીનની સુવિધા ઉભી કરવાની જાહેરાત કરવામાં આવી હતી અને બીજા દિવસે સીટી સ્કેન મશીન શરૂ કરવામાં આવતાં કોરોનાના દર્દીઓ માટે રાહત થઈ છે. જ્યારે બીજી તરફ પંચમહાલ જીલ્લાની સૌથી મોટી સરકારી સિવિલ હોસ્પિટલ આવેલ છે. આ હોસ્પિટલમાં સામાન્ય દિવસોમાં પણ વિવિધ બિમારી થી પીડાતા દર્દીઓનો ધસારો રહેતો હોય છે. જેને લઈને સિવિલ હોસ્પિટલમાં રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા સીટી સ્કેન મશીનની સુવિધા ઉભી કરવામાં આવી હતી અને રાજ્યની તત્કાલીન આરોગ્ય મંત્રી અશોક ભટ્ટના હસ્તે નગારા સાથે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલમા સીટી સ્કેન મશીનનો મુકવામાંં આવ્યું હતું. નિષ્ણાંત તબીબની જગ્યા ભરવામાં આવી નહી. જેને લઈ ગોધરા સિવિલ હોસ્પિટલમાં સીટી સ્કેન મશીન શોભાના ગાંઠીયો બનીને રહ્યું છે. હાલ કોરોના મહામારીના સમયમાં સિવિલ હોસ્પિટલમાં આવેલ સીટી સ્કેન મશીન ચાલુ હોત તો કોરોના દર્દીઓ માટે આર્શીવાદ સ્વરૂપ સાબિત થઈ શકતું હતું અને ખાનગી લેબમાં સીટી સ્કેન માટે તગડી ફી માંથી રાહત થતી પરંતુ પંચમહાલ જીલ્લમાં સિવિલ હોસ્પિટલના સત્તાધિશો હોય કે પછી પ્રજાના પ્રતિનિધિ ધારાસભ્યો, સંસદ સભ્યોને ગોધરા સિવિલ હોસ્પિટલમાં આવેલ સીટી સ્કેન મશીન કાર્યરત કરવામાં રસ લીધો નથી અને સીટી સ્કેન મશીન કાર્યવંંત કરવામાં રસી લીધો નથી અને સીટી સ્કેન મશીન માટે નિષ્ણાત તબીબની કાયમી જગ્યા ભરવાની રજુઆત કરી નથી. હાલ કોરોના મહામારીના ધાતક પ્રકોપ વચ્ચે જો સ્થાનિક નેતાઓ પ્રજાહિતને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલમાં આવેલ સીટી સ્કેન મશીન ચાલુ થાય તેવા પ્રયત્ન કરે તો કોરોના સંક્રમિત દર્દીઓને સગવડ મળી શકે તેમ છે.

ગોધરા સિવિલમાં સીટી સ્કેન મશીન છતાં બિનઉપયોગ…

ગોધરા સિવિલ હોસ્પિટલમાં સીટી સ્કેન મશીન હોવા છતાં તબીબના અભાવે ધુળ ખાઈ રહ્યું છે. સિવિલ હોસ્પિટલમાંં સીટી સ્કેન મશીન કાર્યવંત કરાવવામાંં સિવિલ હોસ્પિટલના સત્તાધિશો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા હોય તેમ લાગતું નથી. પરંતુ આપણી કમનસીબ છે કે સરકારી હોસ્પિટલમાં સીટી સ્કેન મશીન ધરાવે છે. છતાં ને ચાલુ છે કેમ તેની સુજજ લેવાની તસ્દી પ્રજાના પ્રતિનિધીઓ દ્વારા લેવામાં આવી નથી. બે દિવસ પહેલ દાહોદ ખાતે કોરોના મહામારીની સમીક્ષા કરવા પહોંંચેલ મુખ્યમંત્રી દ્વારા દાહોદ જીલ્લાવાસીઓની સુવિધા માટે સીટી સ્કેન મશીનની જાહેરાત કરવામા આવી હતી અને બીજાી દિવસ તેની સુવિધા લોકોને મળતી થઈ છે. ત્યારે ગોધરા સિવિલમાં ૨૦૦૭ થી સીટી સ્કેન મશીન ધરાવે છે. તે કાર્યવરંત કરવા મટરો તસ્દી લેવામાં આવી નથી. સીટી સ્કેન કરાવવા માટે ખાનગી હોસ્પિટલમાં લેબમાં વધારે ફી આપવી પડતા બચી શકે છે.

: સી.કે.રાઉલજી, ધારાસભ્ય, ગોધરા :

ગોધરા સિવિલ હોસ્પિટલમાં સીટી સ્કેન મશીન બંધ હાલતમાં છે. તે બાબતે વિધાનસભામાંં અવારનવાર રજુઆત કી છે. તેમ છતાં ધ્યાન આપવામાં આવ્યું નથી. ૨૦૦૭ના વર્ષ થી સીટી સ્કેન મશીન ફળવાયું ત્યારબાદ ઉપયોગ થયો નથી. જેને લઈ હાલમાં સીટી સ્કેન મશીન ચાલુ કરવા પાછળ ૧૫ લાખ જેટલો ખર્ચ થાય તેમ છે. ત્યારે રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલના સીટી સ્કેન મશીનને કાર્યવંત કરવા માટે કાર્યવાહી કરે તે જરૂરી છે.