ગોધરા સીટી કો. ઓપરેટિવ બેંક દ્વારા સતત છઠ્ઠા વર્ષે મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરી કુલ 175 થી વધુ બ્લડ યુનિટ એકત્રિત કરવામાં આવ્યું

ગોધરા, ગોધરા શહેરની ધી ગોધરા સીટી કો. ઓપરેટિવ બેંક નો ઐતિહાસિક શતાબ્દી વર્ષની ઉજવણી નિમિતે અને 101માં પ્રભા રોડ શાખા ખાતે આયોજીત કરવામાં આવ્યો.આ પ્રસંગે બેંક દ્વારા ગુરૂવારની રોજ સાંજે માં-બાપને ભૂલશો નહિ અને દીકરી વ્હાલનો દરિયો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શહેરના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને માણયો હતો.

ગોધરા શહેરની અતિપ્રાચીન અને વિશ્વસનીય ધી ગોધરા સીટી કો.ઓપરેટીવ બેંક પોતાની ઐતિહાસિક શતાબ્દી વર્ષ તેમજ 101 વર્ષમાં મંગલ પ્રવેશની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે બેંકની સફળતાના ઐતિહાસિક શતાબ્દી વર્ષ નિમિતે બેંકના ચેરમેન કે.ટી.પરીખ તેમજ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા બેંકના સભાસદો, ગ્રાહકો, થાપણદારોને શુભેચ્છા સહ બેંકની સામાજીક ફરજના ભાગરૂપે સતત 6ઠા વર્ષે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન બેંકની પ્રભારોડ શાખા ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં બેંકના ગ્રાહકો તેમજ ગોધરા શહેરનાં શહેરીજનો મોટી માત્રામાં ઉત્સાહભેર રક્તદાન કરતા કુલ 175 થી વધુ યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું. બેંકના ઓફિસર રાજુભાઈ લાલવાણીએ સતત 24 મી વખત રક્તદાન કરી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું હતું. બેંક દ્વારા માનવ સેવા એજ પ્રભુ સેવા, આપણા રક્તદાન થી કોઈની મહામૂલી જિંદગી બચે છે, એજ સાચો માનવ ધર્મ છે. તે ઉમદા ઉદ્દેશ્યથી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બેંક દ્વારા અવાર નવાર સર્વ રોગ નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, ગરીબોને સહાય વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. બેંક દ્વારા ગુરૂવારના રોજ સાંજે અશ્વિનભાઈ જોશીના ભાવ ભર્યા શબ્દોમાં ર્માં- બાપ ભૂલશો નહિ તથા દીકરી વ્હાલનો દરિયો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં નગર જનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે બેંકના ચેરમેન કે.ટી.પરીખે જણાવ્યું હતું કે, બેંકની શતાબ્દી વર્ષની ઉજવણી અને 101માં વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે આજરોજ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષ દરમિયાન ત્રણ મેગા બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યા. જેમાં 600 જેટલા રક્ત યુનિટ એકત્ર કરવામાં આવ્યા અને ગોધરા શહેરની ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીને આપી ચૂકી છે. જ્યારે છેલ્લા 6 વર્ષથી બેંક દ્વારા રકતદાન કેમ્પ કરી લગભગ 2500 થી વધુ રક્ત યુનિટ એકત્ર કરી ગોધરા રેડક્રોસ સોસાયટીના માધ્યમથી જરૂરિયાતમંદ દર્દીઓને રક્ત આપી ચૂક્યા છે.