ગોધરા, ગોધરા શહેર ખાડી ફળિયામાં ચિત્રાવાડી ખાતે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા હોય તે સ્થળે પોલીસે રેઈડ કરીએક ઈસમને ઝડપી પાડ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા ખાડી ફળિયા વિસ્તારમાં ચિત્રાવાડી પાસે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડી રહ્યા હોય તે સ્થળે બી-ડીવીઝન પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન અલ્પેશ ઉર્ફે પિંટુ ભીખાભાઈ પ્રજાપતિને રૂ.290ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. આ બાબતે બી-ડીવીઝન પોલીસ મથકે જુગારધારા હેઠળ ફરિયાદ નોંધાવવા પામી હતી.