ગોધરા, ગોધરા ચિખોદ્રા-વકતાપુરા તળાવ પાસે આવેલ તબેલા પાછળ આરોપી અને અન્ય ઈસમો લીમડા નીચે ગૌમાંસ કટીંગ કરી તેમજ કત્તલ માટે વાછરડા બાંધી રાખેલ છે. તે સ્થળે પોલીસે રેઈડ કરી 1,37,120/-રૂપીયાના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા ચિખોદ્રા-વકતાપુરા તળાવ પાસે આવેલ સલમાન મુસા ઈસાઈના તબેલા પાછળ આરોપી સલમાન મુસા દેસાઈ અને અન્ય ઈસમો સાથે ગૌવંંશનું કટીંગ કરી તેમજ ઝાડ સાથે બે ગૌવંશ કત્તલ માટે બાંધી રાખેલ છે. તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન 80 કિલો માંસ, મોબાઈલ ફોન, કત્તલ કરવાના સાધનો, વાછરડા બે તેમજ ત્રણ બુકો મૂકી આરોપી સલમાન મુસા દેસાઈ નાશી છુટીયો હતો. પોલીસે કુલ 1,37,120/ -રૂપીયાન મુદ્દામાલ સાથે અરવિંદ મણીલાલ નાયકને ઝડપી પાડી આ બાબતે બી ડીવીઝન પોલીસ મથકે પશુ અત્યાચાર અધિનિયમ અંતર્ગત ફરિયાદ નોંધી.