ગોધરા,
ગોધરાના ચિખોદ્રાની નોંધ નં.2 વાળી જમીનો એકર-1221 ગુંઠા-15 આકાર-833 વાળીમાં જે રામજી મંદિરની આવેલી છે. જે રેકર્ડ ઓફ રાઈટસ વહીવટી વ્યવહારોની નોંધ ગુજરાત સરકારના આદેશો અનુસારની જે બાબતે ગુજરાત રાજય મહેસુલ વિભાગના નં. આર.ડી.એસ.1069-129463/4-તા.29/11/1969 તથા વખતો વખતના ઠરાવો પરિપત્રો હોવા છતાં રામજી મંદિરના વહીવટદારની જાણ બહાર ચિખોદ્રાની નોંધ નં.2 વાળી મોટા પ્રમાણની જમીનો જે એકર-1221, ગુંઠા-15 વાળી જમીનો લધુમતી કોમના ઈસમોને પધરાવી દેવામાં આવેલ છે. જેથી હિન્દુ કોમની લાગણીઓ દુભાઈ છે.
પંચમહાલ જીલ્લા કલેકટરના મહેસુલી કર્મચારીઓ, અધિકારીઓ દ્વારા ગુ.સ.મહેસુલ વિભાગના નં. હકપ 1977-121117/4 સચિવાલય ગાંધીનગર 28/1/1980 તથા વખતો વખતના પરિપત્રો વિષય અંંગે હકક પત્રકની ચકાસણી કર્યા વગર તથા ચેરીટી કમિશ્ર્નરના તેમજ રામજી મંદિર નોંધ નં.2ની વિગતો જોયા વગર સુધાર હુકમો ખોટા દસ્તાવેજો ખોટી એન.એ.ની પરમીશન આપી હિન્દુ કોમના ઈસમો દ્વારા લધુમતી કોમના ઈસમોને દાનની મિલ્કતો મોટા પ્રમાણમાં કરી કરાવી આપેલ છે. અને નોંધ નં.2 માં રેકર્ડ ઓફ રાઈટસ નજરે જોતાં સ્પષ્ટ રીતે રેકર્ડ નોંધ નં.2માં તારીખના ફેરફાર કરેલાની વિગતો જણાય આવે છે. આમ, રામજી મંદિરની એકર-1221, ગુંઠા-15, આકાર-833 વાળી જમીનો બદલ ખોટી રીતે રેર્કડી ગેરરીતિઓ કરેલ છે. અને સરકારની જોગવાઈ નોંધ મંજુર કરતા તલાટીઓ પાસેથી પુરી વિગતો માંગવામાંં આવે છે અને સર્કલો દ્વારા મંજુર તથા સુધારા તેમજ એન.એ.પુરેપુરી ચકાસણી કર્યા મંજુર થાય છે. પરંતુ ગોધરાના દલાલો, એજન્ટો, બિલ્ડરો તથા સરકારી સ્ટોરના સંચાલકો દ્વારા મોટા પ્રમાણની લાંચ રૂશ્ર્વતો લઈ અનેક પ્રકારની મિલ્કતોમાં તેમજ દાનવાળી મિલ્કતોના રેકર્ડની ચકાસણી કર્યા વગર અને નોંધ નં.2ની રામજી મંદિરની વહીવટોના ધ્યાન બહાર કરોડો…..ખરબોની ગોધરાના ચિખોદ્રાના સર્વે નંબરની નોંધ નં.2, એકર-1221, ગુંઠા-15 વાળી લધુમતિ કોમના ઈસમોએ તથા હિન્દુ કોમના કર્મચારીઓ, અધિકારીઓએ સાથે મળી લાંબી લાંબી લાંચો લઈ અમુક જ ઈસમોને મોટા પ્રમાણની મિલ્કતો પધરાવી દેવામાં આવેલ છે. જે તપાસ દરમિયાન નિકળી આવે તેમ છે. કેટલી બરોડા હાઈવે રોડ ઉપર ધાર્મિક મંદિરો બાંધવાના બદલે લધુમતિ કોમ દ્વારા મોટા મોટા ઉદ્યોગો તથા ગોડાઉનો, પેટ્રોલ પંપો વિગેરે વિગેરે વાણિજય હેતુ કરી કરાવી ચિખોદ્રાની નોંંધ નં.2 એકર-1221, ગુંઠા-15, આકાર-833 વાળી મિલ્કતો પોતાની સમજી હાલ તેઓ અઢળક નાણાં કમાય છે. જે રાજ્ય સરકારના આદેશો કોઈપણ ટ્રસ્ટની મિલ્કતો બાબતે ગુજરાતના કલેકટરોને મહેસુલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા આ બાબતે સુચનાઓ અંંગેની પણ રાજ્ય સરકાર દ્વારા સમીક્ષા કરેલ છે. જેથી હિન્દુ કોમની ટ્રસ્ટની જમીનો પોતાની હોય તો જીલ્લા કલેકટર અને મેજીસ્ટે્રટ આ બાબતે યોગ્ય રામજી મંદિરોને પરત કરશે કે કેમ તે હવે હિન્દુ સમાજની આશાઓ છે.