ગોધરાના ચિખોદ્રા હમીરપુરના ફેબ્રુઆરી 2015ના તત્કાલીન મામલતદાર દ્વારા કરેલ હુકમ બાબતે ઈ-ધરાના કર્મચારીઓએ અલગ-અલગ સર્વે નંં.ની નોંધો કરાયાનો પર્દાફાશ

ગોધરા,

ચિખોદ્રાના રે.સ.નં.117/141 તથા હમીરપુરના સર્વ નં.32 અંગે દૈનિક સમાચાર દ્વારા પસાર કરેલ બાબતે વધુ ચિખોદ્રાની રે.સ.નં.116 પૈકી 2 0-52.27 આકાર રૂા.3.12 તથા સર્વે નં. 140 પૈકી 2 00674 આકાર 0.46 તથા હમીરપુરના રે.સ.નં.31/ 2.89.35 આકાર 8.40 રૂા. વાળી જમીનોનો ગોધરા મામલતદાર એન.કે.મુછારના હુકમ જોતા તથા ઈ-ધરા નોંધ નંબરો જોતા ઈ-ધરા મામલતદારે હુકમ વિરૂદ્ધની નોંધો પાડવામાં આવેલ આમ મામલતદાર તાત્કાલીક હુકમ નં.જમન/ભાડાપટ્ટા/વશી/268/2/15 તા.16/2/2015 શરતો જોતાં 1-2-3-4-5 મુકવામાં આવેલ છે. જે ધાર્મિક જમીનો તથા સરકારી મિલ્કતો ગોધરા મોટાપ્રમાણમાં જમીનો ચિખોદ્રા તથા હમીરપુરમાં ધરાવતા તથા કર્મચારીઓ, અધિકારીઓ સાથે સાંઠગાંઠ ધરાવતા મહેબુબ અહેમદ સિંધીને ન જેવા દરે ભાડાપટ્ટા આપી દીધેલ છે. જે ભાડાપટ્ટો પુરો થઈ ગયેલ છે. તેમ છતાં હુકમ અંગેની નોંધ પાડવા આવેલ નથી. પરંતુ ઈ-ધરા જે તે સમયના કર્મચારીઓ, તલાટી, સર્કલ ઓફિસર દ્વારા રે.સ.નં. 117-ના હે.આ.પ્ર.0-11 આકાર રૂ.31 તથા સર્વે નં.141ના હે.આ.પ્ર-0-15-18 આકાર રૂા.0-15 તથા 32 સર્વે નં. હમીરપુરમાં તા. 16/2/2015ના રોજ હુકમની નકલ તથા કર્મચારી, તલાટી જે તે સમયનાઓએ ગેરરીતિ કરેલ છે અને રામજી મંદિરની જમીનો જેટલી સરકાર કરેલ હોય તો રામજી મંદિરને સોંપે તેવી હિન્દુ સંગઠનની માંગો છે. આમ, સરકારના હુકમ વિરૂદ્ધ કરેલ નેાધો રીવિઝન લેવામાં તથા લેન્ડ ગ્રેબિંગ થાય તેવી પણ માંગો છે. આવી ધાર્મિક જમીનો મોટા પ્રમાણમાં ચિખોદ્રાની જમીનો તપાસ થાય તો અનેક કિસ્સા બહાર આવે તેમ છે. આમ, હુકમ નં.જમન/ભાડાપટ્ટા/વશી/268/2/15 તા.16/02/2015માં હુકમમાં મોજે હમીરપુર હુકમમાં મહેબુબ અહેમદ સિંધી સર્વે નં.32 હે.આ.પ્ર.0-42-49 આકાર રૂા.0-00 હુકમ કરેલ છે. પરંતુ ચિખોદ્રાના સર્વે નંબરોનો હુકમ અ.નં. ગામનું કોલમ જણાવેલ છે અને 32 સર્વે નં. જમીનનું ભાડું માત્રને માત્ર વાર્ષિક ભાડું 42 રૂા.નો ઉલ્લેખ કરેલ છે. જો હુકમો તથા નોંધોની તમામ કાગળો વિગતવાર નોંધ નં.2 સહિતની વિગતો માંંગવામાં આવે તો એક પછી એક ચિખોદ્રા તથા હમીરપુરની જમીનોમાં રેર્કડી ગેરરીતિ બહાર આવે તેમ છે. આવા તત્વો સામે જીલ્લા કલેકટર પંચમહાલ ગોધરા તાત્કાલીક યોગ્ય ફરીયાદ દાખલ કરી રામજી મંદિરની હુકમ વિરૂદ્ધ નોંધો પાડેલ બાબતે જરૂરી કાર્યવાહી થાય અને રામજી મંદિરની જમીનો પરત થાય તેવી માંંગો ઉઠી છે. અને હમીરપુરની જમીનોમાં આવા તત્વો સામે સરકારના આદેશો અનુસાર લેન્ડ ગ્રેબિંગ થાય તેવી કાર્યવાહી થાય તો તમામ સાચી હકીકતો બહાર આવે તેમ છે.