ગોધરા ચિખોદ્રાની નોંધ નંબર-2 રામજી મંદિરની જમીનો દાવા નં.14/2022માં સરકારી બાબુઓ જાહેર કરશે કે છુપાવશે તે જોવાનું રહ્યું

ગોધરા,

ગોધરા ચિખોદ્રાની નોંધ નંબર-2 વાળી જમીનો રામજી મંદિરના વહીવટદારની જમીનોની થયેલી છે. જે બાબતે નોંધ નંબર-2ને ઓનલાઈન અપલો કરવામાં આવેલ હોવા છતાં ઈધરા કેન્દ્ર, પંચમહાલ, ગોધરાના કર્મચારીઓ, અધિકારીઓ દ્વારા ગુજરાત સરકારના આદેશો અનુસાર અને ભારત સરકારના વર્તમાન કાયદા અનુસાર ધાર્મીક જમીનો ઉ5ર કોઈ કાર્યવાહી કરી કરવામાં આવેલ નથી. જેથી પંચમહાલ મહેસુલી કર્મચારીઓ, અધિકારીઓ દ્વારા રેવન્યુ રેકર્ડ ચકાસ્યા વિના આડેધડ ખોટા દસ્તાવેજો એન.એ. વિગેરે સુધારા હુકમો નોંધ નંંબર-2 વાળી રામજી મંદિરની જમીનો ફેરફાર કરી કરાવી રહ્યા છે. આમ, નોંધ નંબર-2 જો ધ્યાને મોટા પ્રમાણે જો ધ્યાને લઈ જોવામાં આવે તો રામજી મંદિરની નવી શરતની જમીનો આવેલી છે અને અવલોકન પણ કરવામાં આવેલ નથી. જેથગી ગુજરાત સરકાર જો પંંચમહાલ જીલ્લા મહેસુલી ટીમ પોપટપુરાની જેમ ટીમ નિમવામાં આવે તો મોટા પ્રમાણમાં ખરબો-કરોડોની સરકારી ગેરરીતિઓ બહાર આવવાની રેર્કડી હ હકીકતો સચોટ બહાર નિકળી આવે તેમ છે. કેટલાક આ ધાર્મિક જમીનો ઉપર પંચમહાલ જીલ્લાના મહેસુલી કર્મચારીઓ, અધિકારીઓ દ્વારા ધાર્મિક જમીનો મોટી મોટી લાંચ રૂશ્ર્વતો લઈ રફેદફે કરી કરાવી નાખેલ છે.

મોજે ગોધરા ચિખોદ્રાની કેપ્સુલ વાળી જમીનોમાં પણ નોંંધ નંબર-2ની કોઈ વિગતો બતાવ્યા વગર મહેસુલી અધિકારીઓ દ્વારા દસ્તાવેજ વેચાણ ગેરકાયદેસર કરેલ છે. ચેરીટી કમિશ્ર્નરો જે તે સમયના કાયદા મુજબ હુકમો થયેલા નથી. જેથી મહેસુલી રેકર્ડ રૂલ્સની નોંધોના આધારે સાબિત થાય છે. પરંતુ આ જમીનો ઉપર સિવિલ હોર્ટમાં 14/2022નો દાવો કોઠી સ્ટીલના માલિક સામે બોગસ વેચાણ થયેલના આધારે કરી કરવામાં આવેલ છે અને પંચમહાલ જીલ્લા કલેકટર ગોધરા સમક્ષ આવેદનપત્ર પણ આપવામાં આવેલ છે. જે તપાસ થવી જરૂરી જણાઈ છે. આમ,(1) દાવામાં (2) ડાયરેકટર ઓફ ઈન્ડીયન ફારખા કેમ્પસ એન્ડ કેમીકલ પ્રાઈવેટ લીમીટેડ બોમ્બે, (3) અશોકભાઈ જશભાઈ પટેલ, (4) ભરતભાઈ કાલાભાઈ પટેલ, (પ) સબ રજીસ્ટ્રેટ, ગોધરા, (6) મામલતદાર, ગોધરા (7) સર્કલ ઓફિસર, ગોધરા, (8) સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટ, ગોધરા, (9) ગુજરાત સરકાર, (10) રંગીતસિંહ અભેસિંહ બારીયા, (11) યામીન મોહમદ યુસુફ બંગલી વિગેરે સામે સિવિલ કોર્ટ શુટ નંબર14/2022નો દાવો દાખલ તા.1/11/2022ના રોજ દાખલ કરેલ છે.

આમ, ગોધરા મામલતદાર ગ્રામ્ય દ્વારા નોંધ-2 તથા ચેરીટી કમિશ્ર્નરના જે તે સમયના હુકમો સાથે મામલતદાર ગોધરા ગ્રામ્ય પાસેથી નોંધ નંબર-2 વિગતો સહિતની ગોધરા મામલતદાર ગ્રામ્ય વિભાગ ગુજરાત સરકારના લીગલી અધિકારીઓ પાસેથી સલાહ સુચનાઓના આધારે મૂળ ચેડા કરેલ નોંધ નંબર-2ની વિગતો સહિતની તમામ મિલ્કતો મોટા પ્રમાણની રામજી મંદિરની ધાર્મિક જમીનો ગેરકાયદેસર વ્યવહારો થયેલા મૂળથી નાબુદ થાય અને મોટાપ્રમાણમાં ગુજરાત સરકાર સામે આપેક્ષોના થાય તેવી કાળજી રેવન્યુ રેર્કડ તથા વહીવટીનાટે ગોધરા મામલતદાર ગ્રામ્ય વિભાગની સંર્પૂણ જવાબદારીઓ હોય જેથી વિગતોવાર કરેલ ગેરકાયદેસર કરી કરાવેલ વેચાણ દસ્તાવેજો મૂળથી નોંધ નંબર-2ને છુપાવી ધાર્મિક જમીનો મોટાપ્રમાણની હોય જે વિજીલન્સ કમિશ્ર્નર ગોધરા ટીમ નીમી ધાર્મિક જમીનો ઉપર ગુજરાત સરકારના આદેશો અનુસાર રજીસ્ટ્રેશન નંંબર તથા મૂળ મંદિરનું નામ દાખલ કરશે કે કરાવશે કે કેમ આ તમામની જવાબદારીઓ ગોધરા મામલતદાર ગ્રામ્ય વિભાગ મહેસુલી કર્મચારીઓ, અધિકારીઓની વહીવટી નાટે બને છે. જે સિવિલ સુટ 14/2022માં નંબર-6 ઉપર જોડેલા છે અને રાજ્યના તમામ વિભાગોને પણ જોડેલા છે. જે 5/6/7/8 તથા ગુજરાત રાજ્ય સરકારને નંબર-9 ઉ5ર જોડેલા છે. જે રેવન્યુ રેર્કડની પુરેપુરી વિગતો દાવા નં.14/2022માં નોંંધ નંબર-2નો ઉલ્લેખ કરશે કે રેવન્યુ રેકર્ડની હકીકતો છુપાવશે તે જોવાનું રહ્યું. ગુજરાત સરકાર પરિપત્ર તા.9/4/2010 તથા ચેરીટી કમિશ્ર્નર ગુજરાત સરકાર તા.12/7/2019ની અમલવારી કરી કરાવી તેવી અમારી હિન્દુ સંગઠન દ્વારા કાયદાકીય માંગ છે.